તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આણંદના વોર્ડ 6 ના વિસ્તારોમાં વરસાદ બાદ અસહ્ય ગંદકી ,રોગચાળાની દહેશત વચ્ચે જીવતા નાગરિકો

આણંદ3 મહિનો પહેલા
  • વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

આણંદ શહેરના વોર્ડ 6 ના કેટલાક વિસ્તારોમાં નાગરિકો દયનિય સ્થિતિ માં રોગચાળાના ભય વચ્ચે જીવી રહ્યા છે.અહીં આવેલ મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાના મામલે અળખામણો વ્યવહાર કરાઈ રહ્યોના લાગણી સ્થાનિકોમાં વ્યાપી છે.ગરીબોના વોટ લેવા કાલાવાલા અને પ્રલોભનો કરી દિવસ રાત અહીં પડ્યા પાથર્યા રહેતા કોઈ જ રાજકીય કાર્યકરોને પીડિત નાગરિકોની આ પીડામાં સહભાગી થવા તો ઠીક નજર ફરકાવા પણ ફરકતા નથી.

છેલ્લા સપ્તાહથી મહાવીર ઝુંપડપટ્ટીમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. જેના કારણે વાતાવરણમાં ભારે દુર્ગંધ મારે છે અને વરસાદી જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. અહીં રોગચાળો ફેલાવવાની દહેશત વર્તાઈ રહી છે. જે અંગે પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ પરિણામ ન જણાતા સ્થાનિકોમાં ભારે રોષિત થઈ ઉઠ્યા છે.

આણંદની મહાવીર ઝુંપડપટ્ટી પાસે ખુલ્લા મેદાનમાં કચરાના ઢગ ખડકાયેલા છે તેમજ વરસાદી પાણીના નિકાલની પણ યોગ્ય વ્યવસ્થા નથી. જેથી ઝુંપડપટ્ટીની ફરતે પાણી ભરાઈ ગયા છે. તેમજ કાદવ કીચડ વધી ગયો છે. પીવાના પાણી માટે પણ હજુ પણ નાગરિકો વલખાં મારી રહ્યા છે. દર વખતે ચુંટણી અગાઉ આ વિસ્તારમાં નેતાઓ આવે છે અને મોટા મોટા વચનો આપે છે. ઝુંપડપટ્ટી હટાવીને પાકા મકાન આપવાની વાત વર્ષોથી ચાલે છે પરંતુ હજુ સુધી આ કોઈ જ યોજનાનો અમલ પણ થયો નથી.

મહત્વનું છે કે ગત શુક્રવારે આણંદ માં વરસેલા વરસાદ ને સપ્તાહ થઈ ગયું છતાં અહીં વરસાદી પાણી ભરાયેલા છે અને જેના કારણે ગંદકી અને મચ્છર સહિત જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી મેલેરીયા સહિતની અન્ય બીમારીઓ ફેલાવાની સંભાવના છે. જ્યાં જુઓ ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળે છે.અહીં જંતુનાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવતો નથી જેને લઈ મોટા રોગચાળાની દહેશત વર્તાઈ રહે છે. આ અંગે નગરપાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પગલા લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...