• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Unable To Tolerate Betrayal In Love, The Lover Killed The Lover, The Lover From Panchmahal Called The Young Man To The Dharmaj Boundary And Killed Him.

હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો:પ્રેમમાં દગો સહન ન થતાં પ્રેમિકાએ જ પ્રેમીની હત્યા કરી, પંચમહાલથી આવેલી પ્રેમિકાએ યુવકને ધર્મજ સીમમાં બોલાવી હત્યા કરી હતી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદ – ખંભાત રોડ પર આવેલા ધર્મજ ગામની સીમમાં આવેલી ખાનગી કંપની પાસે ગટરમાં યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. પ્રાથમિક તપાસમાં આ યુવક પંચમહાલનો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જે પૂર્વ પ્રેમિકા જવાબદાર હોવાનું ખુલ્યું છે. મૃતક શક્કરપુરની યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો. જેથી મુળ વતનની પ્રેમિકાને તરછોડી હતી. જેથી દગો સહન ન થતાં તેની હત્યા કરી હતી. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધર્મજ ગામની સીમમાં રોડની સાઈડની ગટરમાંથી શુક્રવારના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં તે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામનો વિનુભાઈ નરવતભાઈ બારીયા હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, તે છેલ્લા ઘણા સમયથી ખંભાત શહેરના શક્કરપુરમાં સ્થાયી થયો હતો. આગળની તપાસમાં વિનુ ફાયનાન્સ કંપનીમાં હપ્તાના રિકવરી એજન્ટ તરીકે કામ કરતો હતો. છેલ્લા બે મહિનાથી તેણે નોકરી પણ છોડી દીધી હતી. તેના લગ્ન થઇ ગયાં હતાં, પરંતુ પત્ની સાથે મનમેળ ન હોવાથી તે પણ દસ વર્ષ પહેલા છુટાછેડા લઇ લીધાં હતાં. બાદમાં તે શક્કરપુર ગામે રહેતો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, વિનુ બારીયાના છુટાછેડા બાદ તે પંચમહાલમાં જ તેના નજીકના સગામાં આવતી યુવતી કૈલાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. અને તેણીની સાથે કોર્ટમાં ગુપ્ત લગ્ન પણ કર્યાં હતાં.આ બાદમાં તે શક્કરપુર રહેવા આવી ગયો હતો. અહીં પણ તે અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જેથી તેણે પંચમહાલની પ્રેમિકા સાથે વ્યવહાર ઘટાડી દીધો હતો.બીજી તરફ કરવા ચોથ હોઈ પ્રેમિકા કૈલાસ કાકા અરવિંદભાઈ અને ફોઈના દીકરા ખુમાનસિંહને સાથે લઈ વિનુંને મળવા ખંભાત આવવા નીકળી હતી.જોકે વિનું પણ કૈલાસના વારંવારના ફોન અને સમજાવટ અને અન્ય યુવતી સાથેના સંબંધને લઈ થતાં ઝગડાથી ભારે ઉશ્કેરાટમાં રહેતો હતો.આ દરમ્યાન પ્રેમિકા કૈલાસ મળવા આવતી હોઈ તે બહાર છે અને ધર્મજ નજીક જ મળવાનું નક્કી થયું હતું.જે દરમ્યાન બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો વકરતા પ્રેમિકા કૈલાસ અને તેના કાકા અરવિંદભાઈ અને ફોઈના દીકરા ખુમાનસિંહે ભેગા થઈ વિનુંનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.પેટલાદ ગ્રામ્ય પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સપોર્ટ ટીમ તેમજ અન્ય સાથી વિભાગની મદદથી બે જ દિવસમાં આરોપીઓને ઝડપી લીધા છે જેને કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...