તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Umreth Villager's Wife Was Picked Up By Persons In A Car, Kept In A Room For A Month, Raped, Forced To Divorce Her Husband

દુષ્કર્મની ફરિયાદ:ઉમરેઠ ગ્રામયની પરિણીતાને શખ્સો કારમાં ઉઠાવી ગયા ,એક મહિના ઓરડીમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું ,પતિ સાથે છુટાછેડા લેવા દબાણ કર્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં ધસી આવેલા બે હવસખોર ઈસમો પરણીતાનું અપહરણ કરી કચ્છના રાપરમાં લઇ ગયા હતા

ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 20 વર્ષિય પરિણીતાને ચારેક મહિના પહેલા રતનપુરાના બે હવસખોર ઈસમો કારમાં ઉઠાવી જઈ અપહરણ કર્યું હતું. બાદમાં કચ્છના રાપર ગામમાં એક ઓરડીમાં ગોઁધી રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેના પતિ સાથે છુડાછેડા લેવા દબાણ કરી ધમકી આપી હતી. આ અંગે પરિણીતાએ ઉમરેઠ પોલીસે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતા 29મી જાન્યુઆરી, 21ના રોજ ઘરે હતી તે દરમિયાન રતનપુરા રહેતા મહેશ શંકર રાઠોડ અને હસમુખ રાવજી ભોઈ મોટર ગાડી લઇ ધસી આવ્યાં હતાં. જેમાં મહેશે છેડતી કરી પરિણીતાને પકડી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કરી ઉઠાવી ગયાં હતાં.

આ નરાધમો પરિણીતાને કચ્છના રાપરમાં લઇ જઇ એક ઓરડીમાં ગોંધી રાખી હતી. જ્યાં મહેશે તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યં હતું. આ સિલસિલો એક મહિના સુધી ચાલ્યો હતો. આરોપી મહેશે પરિણીતાને પતિ સાથે છુટાછેડા લઇ પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. જોકે, ગમે તેમ છુટેલી પરિણીતાએ આ અંગે ઉમરેઠ પોલીસ મથકે મહેશ અને હસમુખ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...