આદેશ:ઉમરેઠ પાલિકાએ ખાનગી જમીન પર રોડ બનાવતા કોર્ટે દંડ ફટકાર્યો

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માલિકને જમીન પરત અપાવવા પ્રાદેશિક કમિશનર અને પોલીસને આદેશ
  • રેલવે સ્ટેશનથી પીપળીયા માર્ગ મામલે પાલિકા પ્રમુખ અને સત્તા મંડળને ઝાટક્યાં

ઉમરેઠ રેલ્વે સ્ટેશનથી પીપળીયા ભાગોળ તરફ જવાના માર્ગ ઉપર આવેલ મોખાની ખાનગી માલિકીની લગભગ સાડા ત્રણ ગુંઠા જમીન ઉપર ઉમરેઠ પાલિકા દ્વારા પાકા માર્ગનું નિર્માણ કરી દેવામાં આવતાં મામલો કોર્ટે ગયો હતો. કોર્ટે ઉમરેઠ પાલિકા પ્રમુખ તથા શહેરી વિકાસ સત્તા મંડળને પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો અને જમીન માલીક ને કોર્ટ કમિશનર તથા પોલીસ સહયોગ થી જમીનનો કબ્જો વિસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.

ઉમરેઠ રેલવે સ્ટેશનથી પીપળીયા ભાગોળ તરફ જવાના માર્ગ ઉપર મોખાંની સાડા ત્રણ ગુંઠાં જમીન ઉમરેઠ ના રાજેશભાઈ તલાટી પોતાની માલિકીની હોવાનો દાવો કરી રહ્યાં હતા પરંતુ ઉમરેઠ પાલિકા દ્વારા આ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે પાકા માર્ગનું નિર્માણ કરી દીઘું હતંુ. જમીન માલિકે 2002માં મુકદમાં નંબર 28/2002માં દાવો દાખલ કર્યો હતો. જેનો 2014માં કોર્ટ દ્વારા મનાઈ હુકમ કાયમી આપતા રાજેશભાઈ તલાટી દ્વારા જુલાઈ 2021માં પોતાની માલિકીની જગ્યા ઉપર તારની ફેંસિંગ કરી નાખતાં રેલવે સ્ટેશનથી પીપળીયા ભાગોળનો માર્ગ બંધ થઈ ગયો હતો.

પરંતુ નગરપાલિકાના હદમાં આવેલ ટીપી સ્કીમ-2 પાલિકા દ્વારા મૂળ માલિક રાજુભાઈ તલાટી પાસેથી ગેરકાયેસર રીતે સતાનો દુરૂપયોગ કરી જમીનનો કબજો લેવામાં આવેલ જેમાં નામદાર ઉમરેઠ સિવિલ કોર્ટે આ કૃત્ય બદલ જમીનનો કબજો પરત મૂળ માલિકને સોંપવાનો હુકમ કરેલ અને નગરપાલિકાના પ્રમુખને પાંચ હજાર રૂપિયા દંડ અને નગરપાલિકાને પાંચ હજાર રૂપીયાનો દંડ ફટકારવામાં આવ્યો અને મૂળ માલિકને ખર્ચ આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો.

એકવાર સમાધાન થઇ ગયા બાદ પાલિકાએ સત્તાનો દૂર ઉપયોગ કરતાં મામલો પુનઃ કોર્ટમાં પહોંચ્યોે હતો
ઉમરેઠ ના રાજેશકુમાર તલાટીની માલિકીની જમીનની જગ્યા બાબતે કોર્ટમાં દાવો ચાલતો હતો.જે તે વખતે એલ.આઈ.સી કચેરીમાં જતા આવતા લોકો તેમજ બે સોસાયટીના રહીશો માટે માર્ગ બંધથઇ જતો હોય જેથી જેતે વખતે કોર્ટ બહાર ફોર્મ્યુલા મુકાઈ હતી તે મુજબ નગરપાલિકાએ જમીન માલિકને એટલી અન્ય જગ્યા આપવાની ઓફર કરી હતી.

જે જમીન માલિકે માન્ય રાખી હતી પરંતુ 2014 ના મનાઈ હુકમ અને માર્ગ ઉપર મારવામાં આવેલ ફેંસિગ પાલિકા એ સતા નો ઉપયોગ કરી તોડી નાખતા રાજેશ તલાટી દ્વારા ઉમરેઠ કોર્ટ માં 2021માં દરખાસ્ત દાખલ કરી હતી .જેની સુનાવણી હાથધરતાં કોર્ટે પ્રમુખ અને સત્તા વિકાસ મંડળને દંડ ફટકાર્યો હતો.તેમજ ખર્ચ પેટે રૂા 1500 બંને ચુકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...