નારાજગી:ઉમરેઠ જિ.પંચા.સભ્યનું ભાજપમાંથી રાજીનામું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામોની અવગણનાનો આક્ષેપ

ઉમરેઠ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને રીપીટ કરતાં સમગ્ર તાલુકામાં અંદરખાને રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કાર્યકર્તા સાથે બેહુદૂ વર્તન કરતાં હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયત સુરેલી બેઠકના સભ્ય રમેશભાઇ રામાભાઇ ઝાલાએ ભાજપના સભ્યપદેથી અચાનક જ રાજીનામું આપી દેતા ભારે ભડકો થયો છે. જેને લઇને જિલ્લાના હોદ્દેદારો પણ આ સમસ્યાને ઉકેલવા કામે લગાડ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

ઉમરેઠની સુરેલી જિલ્લા પંચાયતના સભ્ય રમેશભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય કાર્યકર્તા કે સ્થાનિક નેતાઓની ધરાર અવગણના કરે છે. મારા સિવાય કોઇ જીતી શકે તેમ નથી. તેવા બણગા ફૂંકીને કાર્યકર્તાઓને ધમકી આપે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોને પ્રાધાન્ય આપતાં નથી. તેઓની કામ કરવાની પધ્ધતિથી તાલુકાના તમામ કાર્યકરો નારાજ છે. જેથી મે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...