ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ:ઉમરેઠ એપીએમસીની 27મી નવેમ્બરે ચૂંટણી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપીએમસીમાં 181 ગોડાઉન હોવા છતાં માત્ર 36 વેપારીઓને લાયસન્સ રેન્યુ કરાયા
  • વેપારીઓ​​​​​​​ દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરીને ન્યાયની માંગણી કરવામાં આવી

ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી 27મી નવેમ્બરના રોજ 16 બેઠકો માટે ચૂંટણી યોજનાર છે.જેને લઇને ઉમરેઠમાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. જો કે ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્નબજાર સમિતિ વેપારી વિભાગમાં કેટલાંક વેપારીઓને મતદાનથી દૂર રાખવા માટે ખેલ રચાયો હોવાથી હાઇકોર્ટમાં પીટીશન દાખલ થતાં રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખાલી પડેલી ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને ખરીદવેચાણ સંધની 2 બેઠકો માટે આગામી તા. 27મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેની મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. તા 15મી નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. તા 16મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે તેમજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તા 19મી નવેમ્બરના રોજ છે.ત્યારબાદ બપોરે આખરી ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જયારે તા 27મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમજ તા 28મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બપોરે પરિણામ જાહેર કરવામાં આવશે.

ઉમરેઠ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કુલ 181 ગોડાઉન અને દુકાન આવેલ છે. જેમાં મોટાભાગના વેપારીના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા નથી. ચૂંટણી આવે ત્યારે આવો ખેલ રચાતો હોય છે. હાલમાં માત્ર 36 વેપારીઓના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા છે.જેમાંંથી 15 ની એપીએમસીમાં કોઇ કે અન્ય કોઇ જગ્યાએ દુકાન પણ નથી તેમ છતાં તેઓના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા છે. જયારે ખરેખર એપીએમસીમાં દુકાન કે ગોડાઉન ધરાવે છે.તેવા વેપારીઓને લાયસન્સ રીન્યુ કરવામાં આવતા નથી.જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લાયસન્સ રીન્યુ કરવા માટે મીટીંગમાં કામ લેવાતું નથી
ઉમરેઠ એપીએમસીમાં 181 વેપારીઓ છે. તેઓના લાયસન્સ દર વખત રીન્યુ કરવામાં આવે છે. જેમાં કાયદાની જોગવાઇ મુજબ સરકારી પરિપત્ર મુજબ એપીએમસીના લાયસન્સનું એપીએમસીની બોર્ડ મીટીંગમાં કામ લેવું પડે તે પણ લીધેલ નથી. છતાં જિલ્લા રજીસ્ટ્રાર ે કોઇ જ કાર્યવાહી કરી નથી. જેમાં 36 લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા છે.તેમાંથી 15થી વધુ વેપારીઓ માર્કેટયાર્ટમાં દુકાન પણ નથી. જેથી વેપારીઓએ હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...