આંકલાવ તાલુકાના ઉમેટા ગામે છેલ્લા ત્રણ વખત ઝર્યાહ ફાઉન્ડેશન સહિત સર્વજ્ઞાતિ માટે સમુહલગ્નોત્સવ યોજવામાં આવે છે.જેમાં વિધવા માતાના સંતાનો, મા-બાપ વિના સંતાનોને પ્રધાન્ય આપવામાં આવે છે. અગાઉના 2 સમૂહલગ્નોત્સવમાં 80 વધુ યુગલોએ લગ્નગ્રંથિ જોડાયા હતા. જયારે તા 3જી જાન્યુઆરીને મંગળવારના રોજ યોજનાર ત્રીજા સમુહલગ્નોત્સવમાં 67 યુગલો લગ્નગ્રંથિ જોડાશે.
સમગ્ર ગુજરાતમાંથી મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજના આર્થિક રીતે સામાન્ય પરિવારોની દિકરીઆેના લગ્ન એક પણ રૂપિયો લીધા વીના કરવામાં આવ્યાં છે. સમૂહ લગ્નોત્સવમાં બોલિવૂડના નિર્માતા નિર્દેશક અબ્બાસ મસ્તાને હાજરી આપી છે. આ બાબતે આયોજન કરનાર અલ્લારખા વ્હોરા જણાવ્યું હતું કે દાતા દ્વારા મુસ્લિમ સમાજમાં રહેલા આર્થિક રીતે સામાન્ય પરિવારને મદદરૂપ થવા અને તેમના દુઃખમાં સહભાગી થવા માટે એક અનોખો વિચાર રજૂ કર્યો હતો.
જેમાં સમાજમાં ગરીબ પરિવારોને શોધી કાઢીને તેનો એક પણ રૂપિયો લીધા વગર તેઓના લગ્ન કરી આપવા આ બાબતનો વિચાર તેઓએ તેમના પરિવાર સમક્ષ મૂક્યો ત્યારે તેમના પરિવારના તમામ લોકોએ આ વિચારને આવકારીને અમલમાં મૂકવા નક્કી કર્યું જેથી ઉમેટા ગામમાં આ બીજો લગ્ન મહોત્સવ યોજાયો. જેમાં આખા ગુજરાતમાંથી સમાજના કોઇપણ વર્ગમાંથી આર્થિક રીતે સામાન્ય પરિવારોને શોધી કાઢીને તેઓના દીકરા દીકરીઓના લગ્ન એક પણ રૂપિયો લીધા વગર કરી આપવાનું બીડું ઝડપ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.