તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતે:આણંદમાં બે ટ્રેન અકસ્માતમાં બે યુવકના મોત નીપજ્યાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

આણંદમાં વીતેલા 24 કલાકમાં બે ટ્રેન અકસ્માતમાં બે યુવકના મોત નીપજ્યાં હતા. બંને યુવકોએ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. બંને બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કણજરીના 31 વર્ષીય રાજેશ સોમા પરમારે ગુરૂવારે રાત્રિના 11.30 વાગ્યે બોરીયાવી રેલવે સ્ટેશન પાસે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું.

એ જ રીતે લાંભવેલ રહેતા 26 વર્ષીય જગદીશ ભૂપેન્દ્ર રાઠોડે બોરીયાવી ફાટક પાસે શુક્રવારે સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવનનો અંત લાવી દીધો હતો. હાલમાં બંનેના મોતનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...