તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:આણંદમાં રેલવે ટ્રેક પર બેઠેલા બે યુવકોને ટ્રેને હડફેટે લેતા મોત, ટ્રેન નજીક આવી છતાં ખબર ન પડી!

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલવેમાં કોન્ટ્રાક્ટ પર મજુરી કામ કરતા બે મિત્રોના મોત
  • પોલીસે જરૂરી વિસેરા અને બ્લડ સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યાં

આણંદના ગામડી પાસે રેલવે ટ્રેક પર બેઠેલા બે યુવકોને ટ્રેને હડફેટે મોત નિપજ્યું હતું. રવિવારની મોડી સાંજે બનેલા આ બનાવમાં ટ્રેન નજીક આવી ગઇ છતાં આ યુવકોને ખ્યાલ ન રહ્યો તે બાબત વિસ્મયજનક લાગી રહી છે. હાલ આ બાબતે આણંદ પોલીસે જરૂરી વિસેરા અને બ્લડ સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યાં છે.

આણંદ ખાતે રહેતા સંજય રમેશભાઈ વસાવા (ઉ.વ.30) અને રમેશ મુળજીભાઈ મારવાડી (ઉ.વ.33) સાથે રેલવેમાં કોન્ટ્રાક્ટ પર મજુરી કરતાં હતાં. આ બન્ને મિત્રો રવિવારની રજા હોવાથી ગામડી પાસે રેલવે ટ્રેક પર ભેગા થયા હતાં. મોડી સાંજ સુધી ત્યાં જ બેસી વાતો કરતાં હતાં, તે દરમિયાન ટ્રેક પરથી પસાર થતી રેલવેની હડફેટે આવી જતાં બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ગમખ્વાર ઘટનામાં સંજયનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રમેશને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આમ બન્ને મિત્રોના મોત થતાં તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જોકે, રેલવે ટ્રેક પર બેઠેલા આ યુવકને ટ્રેન આવી ગયાનો ખ્યાલ ન રહ્યો તે પણ શંકાસ્પદ બાબત ગણી શકાય તેમ બની છે. આ અંગે હાલ આણંદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...