નજીવી બાબતે હત્યા:બોરસદમાં બાઇક અથડાવા બે યુવકો બાખડ્યા, એક યુવકે ઉશ્કેરાઈને છરીના ઘા ઝીંકી અન્ય યુવકની હત્યા કરી

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરસદના ભોભાફળી ખાતે બાઇક અડવા બાબતે બે યુવક વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ છરીના ઘા ઝીંકી દેવાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે બે શખસ સામે ગુનો નોંધ્યો હતો.

બાઈક અથડાટા ઝગડો થયો
બોરસદના વાવડી મહોલ્લામાં રહેતા સોહેલ મહંમદ સમીરમહંમદ ફરમાનુદ્દીન મલેક દુકાનમાં નોકરી કરે છે. તેના મિત્રો સહેબાઝ શબ્બીરોદ્દીન મલેક, કેસઅશરફ યુનુસભાઈ મલેક સાથે 9મીની રાત્રે ડીજેના સાધનો ભાડે લેવા માટે બાઇક પર નિકળ્યાં હતા. તેઓ ભોભાફળી પહોંચ્યા તે સમયે મદરેસા પાસેથી પસાર થતા સમયે અન્ય એક બાઇક સાથે અથડાયાં હતાં. જેના કારણે ત્રણેય રસ્તા પર પડતા પડતાં રહી ગયાં હતાં. આ સમયે પાછળ જોતા એક બાઇક હતી અને સોહેબ શબ્બીરોદ્દીન મલેક હતો. જેથી સહેબાઝે તેને બાઇક જોઇ ચલાવ તેમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો.

યુવકને છરી વાગતા લોહીલુહાણ થયો
મહત્વનું છે કે, આ વખતે સોહેલ મલેકના મામા બાબુલ આવી ગયો હતો અને તેઓએ પણ અપશબ્દ બોલી સહેબાઝને પકડી રાખ્યો હતો. જ્યારે સોહેલે ચાકુ કાઢી સહેબાઝના પેટમાં મારવા જતાં સોહેબ વચ્ચે પડ્યો હતો. પરંતુ તે પહેલા ચાકુ સહેબાઝની જમણા પગે જાંઘમાં વાગી ગયો હતો. જેના કારણે તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. આ સમયે તુફેલ તનવીરમહંમદ પઠાણ પણ દોડી આવ્યો હતો. જોકે, હુમલાખોર શખસ ભાગી ગયાં હતાં.

હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરાયો
બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલા સહેબાઝને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યું પામેલો જાહેર કર્યો હતો. આ ઘટનાના પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. આ બનાવ સંદર્ભે સોહેલ મહંમદે બોરસદ શહેર પોલીસ મથકે સોહેબ શબ્બીરોદ્દીન મલેક અને મુસ્તુફા ઉર્ફે બાબુલ બદરૂદ્દીન મલેક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...