• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Two Young Men From Anand Confessed That They Could Not Find Work, Drank Alcohol And Climbed The Ramp, Threw Stones At Vehicles On The Expressway.

વાહનો પર પથ્થરમારાનો મામલો:આણંદના બે યુવકે કબૂલ્યું કામ ન મળતાં દારૂ પીને રમાણે ચઢ્યા ,એક્સપ્રેસ વે પર જતા વાહનો પર પથ્થરો ફેંક્યા

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપી ટોકીઝ પાસે આવેલી ઇન્દીરાનગરીમાં રહેતા બે શખસોની પૂછપરછ કરતાં ભાંડો ફુટ્યો

આણંદ નજીક એક્સપ્રેસ વે ઉપરથી પસાર થતા વાહનો પર પથ્થરો ફેકવાના કેસમાં પોલીસને સફળતા મળી છે.આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ વે પરથી પસાર થતાં વાહનો પર 2જી નવેમ્બરના રોજ અજાણ્યા શખસોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને પોલીસે ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં ગોપી ટોકીઝની સામે આવેલા ઇન્દીરાનગરીમાં રહેતા બે શખસની સંડોવણી ખુલતાં પોલીસે તેમની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસ વે પર 2જી નવેમ્બર,21ના રોજ અજાણ્યા શખસોએ ચાલુ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. અહીં થી પસાર થતા વાહનચાલકોમાં ભય નો માહોલ પ્રસરી ગયો હતો.આ બનાવે પોલીસ ની ઊંઘ પણ હરામ કરી દીધી હતી.આ અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, બનાવની ગંભીરતાના પગલે પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુનાવાળી જગ્યાની આસપાસના વિસ્તારમાં આવેલા તમામ સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ ગુના સંદર્ભે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં રહેતા માણસો તથા ગામલોકોની પણ સઘન પુછપરછ કરવામાં આવી હતી. જેમાં ગોપી ટોકીઝની સામે આવેલી ઇન્દીરાનગરીમાં રહેતા ખપીલ નરસુ પસાયા તેમજ સંજય સોમા વસાવાએ એક્સપ્રેસ હાઈવે પર પથ્થર મારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પોલીસે તેમની અટક કરી આગવીઢબે પુછપરછ કરી હતી.

આ અંગે ડીવાયએસપી બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે બન્ને ઇસમોની પૂછપરછમાં એક્સપ્રેસ વે પર પથ્થરમારો કર્યો હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતમાં તેઓએ કબૂલ્યું હતું કે, બંને કામની શોધમાં નીકળ્યાં હતાં. પરંતુ કામ ન મળતાં દેશી દારૂ પીધેલી હાલતમાં હોવાના કારણે રાત્રિના સમયે એક્સપ્રેસ વે હાઈવે પર ચાલુ વાહનો પર પથ્થરમારો કર્યો હોવાનું જણાવ્યું હતું.તેઓનો કોઈને લૂંટ નો ઈરાદો નહોતો પરંતુ કોણ ઝડપથી ઘા મારી શકે તેવી આંતરિક સ્પર્ધા કરી હતી.તેઓનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી.જોકે પોલીસે આ બન્નેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...