તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:બોરસદ-ડભાસીમાંથી પશુઓને કતલખાને લઇ જતા બે ઝડપાયા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પોલીસે બંને શખ્સો વિરૂદ્વ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

આણંદ ગૌરક્ષા દળના પ્રમુખ કિશનકુમાર ભરવાડને શનિવારે સાંજે માહિતી મળી હતી કે,ભાવનગર તરફથી બે પીકઅપ ગાડીમાં ચાર પશુઓ ગેરકાયદેસર કુરર્તાપૂર્વક બાંધી બોરસદ નજીકથી પસાર થનારા છે. જેથી આણંદ ગૌરક્ષા દળના પ્રમુખ,કાર્યકરો બોરસદ શહેર પોલીસની સાથે બોરસદની આણંદ ચોકડીથી વાસદ ચોકડી તરફ જવાના રોડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન સાંજના અરસામાં બાતમી પીકઅપ ગાડી આવતા પોલીસે આ ગાડીને રોકી લઈ ચાલકને પૂછપરછ કરતાં તેનું નામ લક્ષ્મણભાઇ પરમાર (રહે.શિહોર) હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન ગાડીની તલાસી લેતાં બે પશુઓ ઘાસચારાની કે પાણીની વ્યવસ્થા રાખ્યા સિવાય ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા.આ બાબતે પૂછપરછ કરતા ગાડીનો ચાલક લક્ષ્મણ જાદવ પરમાર કોઈ જ સંતોષકારક જવાબો આપી શક્યો ન હતો. જેથી પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબ્જે લઇ લક્ષ્મણ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં બાતમી મુજબની પીકપ ગાડી બોરસદ રૂરલ પોલીસની મદદથી બોરસદ તાલુકાના ડભાસી ગામે નજીકથી ઝડપી લઇ ચાલકની પૂછપરછ કરતાં પોતાનું નામ ચંદુભાઈ પરમાર (રહે.શિહોર) હોવાનુ જણાવ્યું હતું.ગૌરક્ષા દળના કાર્યકરો અને પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાં પણ બે બળદ કુરર્તાપૂર્વક બાંધેલા મળ્યા હતા. જે બાબતે બોરસદ રૂરલ પોલીસે ગાડી સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ચંદુભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો