છોટાઉદેપુરથી દારૂ લાવી આણંદ શહેર પાસે આવેલા રાવળાપુરાથી લાંભવેલ તરફ જવાના માર્ગ પરથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે શખસને ઝડપી પાડ્યા હતા. બંને જણાં પીકઅપ ડાલુમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા હતા.આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલાં બંને શખસના નામ-ઠામ પૂછતાં પૃથ્વીરાજ ઉર્ફે ભરત વેણીરામ અને તે રાજસ્થાનના ચિતોડગઢનો રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. જ્યારે બીજો શખસ ગોરધન ચીમન તળપદા તે લાંભવેલના તળપદાવાસમાં રહેતો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસે દારૂની ગણતરી કરતાં 1194 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે સમગ્ર બનાવમાં મોબાઈલ, રોકડ રકમ અને પીકઅપ ડાલુ સહિત કુલ રૂપિયા 3.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં બંને શખસની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી વિદેશી દારૂ કોને ત્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તેની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.