તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અલારસાના બે વાહન ચોરો ત્રણ બાઈકો સાથે ઝડપાયા, LCBએ 70 હજારના ત્રણ બાઈક કબ્જે કર્યા હતા

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આણંદ એલસીબીની ટીમ બોરસદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, બોરસદના અલારસા ગામના અમીત ચંદુ સોલંકી અને અમિત અરવિંદ સોલંકી ચોરીના બાઇક સાથે આસોદર ચોકડી નજીક વાસદ રોડ ખાતે આવનાર છે. જેથી એલસીબીએ વોચમાં ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના બે શખ્સો આવતા પોલીસે અટકાવીને પૂછપરછ કરતાં પોતાનું નામ અમીત ચંદુ સોલંકી અને અમિત અરવિંદ સોલંકી (બંને હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બંનેને તેઓની પાસેના બાઈક અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબો આપી શક્યા ન હતા. જેથી બન્નેને એલસીબી ઓફિસ ખાતે લાવી પુછપરછ કરતા ગત ફેબ્રુઆરી માસમાં વડોદરાના વડુ ગામે પાદરા રોડ પર લક્ષ્મીનારાયણ ટીમ્બર માર્ટમાંથી બાઈક ચોરી, 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં ક્રિષ્ણા હોસ્પિટલ આગળથી બાઇકની ચોરી અને 28 ફેબ્રુઆરીના રોજ રાત્રિના અરસામાં વડોદરા કેતકી રેસ્ટોરન્ટ આગળથી બાઈકની ચોરી કર્યાની કબુલાત કરતા પોલીસે ચોરીના રૂ 70 હજારની કિંમતના ત્રણ બાઈકો કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો