તપાસ:ખાનપુરની 4.36 કરોડની ઠગાઈ પ્રકરણમાં બે ટીમો તપાસ કરશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના કર્મી કે બેંક કર્મીની પણ સંડોવણીની સંભાવના

રાજકોટની તીર્થ એગ્રો ટેકનોલોજિના ખાતાનો બોગસ ચેક બનાવી તેના દ્વારા તારાપુર તાલુકાના ખાનપુર ગામની ગ્રામદ્યોગ ટ્રસ્ટના પ્રમુખે રૂા4.36 કરોડની રકમ પોતાના ખાતામાં લઈ છેતરપિંડી કરવાના બનાવમાં એસઓજી અને એલસીબીની બે ટીમો દ્વારા પણ તપાસ કરવામાં આવશે, તેવી સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર પ્રકરણમાં આટલું મોટું ટ્રાન્ઝેક્શનને લઈને કંપનીના કર્મી ઉપરાંત બેંક કર્મીઓ પર પણ શંકાની સોય તકાઈ રહી છે.

રાજકોટ સ્થિત તીર્થ એગ્રો ટેકનોલોજી પ્રા. લિ. નામની કંપનીના કેન્સલ કરેલા રૂા. 4.36 કરોડના ચેકનું ટ્રાન્ઝેક્શન બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાનપુર, તારાપુર સ્થિત આણંદમાં શ્રી દીનદયાલ ખાદી ગ્રામદ્યોગ ટ્રસ્ટના નામે થયું હતું. જે સંસ્થાના પ્રમુખ પ્રમોદ પટેલ દ્વારા કરાયું હોવાની વિગત સપાટી પર આવતાં તારાપુર પોલીસ સ્ટેશને કંપનીના એકાઉન્ટટન્ટ દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી. સમગ્ર પ્રકરણમાં કેટલાંક સવાલો વણઉકેલ્યા છે.

ખાનપુર એક નાનું ગામ છે અને ત્યાં અાટલી અધધ… કહી શકાય તેટલી રકમનું ટ્રાન્ઝેક્શન થતાં કેમ કોઈ બેંક કર્મીઓની શંકા ન ગઈ. બીજું કંપનીમાં પણ ઝાલા જયદિપસિંહ જટુભાના નામે ચેક આપ્યો હતો તો તે ચેક પ્રમુખ પાસે કેવી રીતે પહોંચ્યો ? શું કંપનીના કર્મીઓની પણ સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ થશે.

અન્ય સમાચારો પણ છે...