આણંદ શહેરના 80 ફુટ રોડ અને બાકરોલ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં ધીમા પ઼ેસરથી પીવાનું પાણી આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે.ત્યારે પીવાના પાણીની સ્ટોરેજ ક્ષમતા અોછી હોવાને કારણે ઉભી થતી સમસ્યાને નિવારવા માટે આણંદ પાલિકા દ્વારા રૂ.એક કરોડ ઉપરાંતના ખર્ચે નવીન જુદીજુદી જગ્યાએ 8 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી બે ટાંકી તૈયાર કરાઈ છે.પરંતુ બોરકુવાની મોટર મુકવા માટે ટેન્ડરીંગ બહાર પાડી કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ત્રણ સપ્તાહમાં શરૂ કરાશે. જેના લીધે 20 હજાર ઉપરાંત નળ કનેકશન ધારકોને વારંવાર અપૂરતા પાણીની ઉભી થતી સમસ્યાનો કાયમી હલ નીકળી જશે તેમ જણાવ્યું હતું.
આણંદ 80 ફૂટ રોડ પરઆવેલા બેન્કવેટ હોલ પાસે સોસાયટીમાં ઉનાળામાં ગરમીમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે.જેના લીધે મારૂતી પાર્ક, સાંઇ પાર્ક તેમજ પાલિકા વિસ્તારની 140 જેટલી સોસાયટીના રહીશોને પાણી માટે આમતેમ ભટકવાનો વખત આવતો હતો.
આ અંગે આણંદ પાલિકા રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવતાં આણંદ પાલિકાના નાગરીક કમિટીના ચેરમેન ભાવેશભાઇ સોલંકીએ જણાવેલ કે બાકરોલ અને 80 ફૂટ રોડ સમસ્યા બાબતે વોટરવર્કર વિભાગના ચેરમેન સુમિત્રાબેન પઢિયારે મંજૂરી મળવાથી બેન્કવેટ હોલ પાસે 8 લાખ લીટરની પાણીની ક્ષમતા ધરાવતી બે પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી દીધી છે. પરંતુ નવા બોરકુવા તૈયાર કરવામાં આવનાર હોવાથી ટુંક સમયમાં ટેન્ડર બહાર પાડી કામગીરી પૂર્ણ થતા પાણીની ટાંકીઓ શરૂ કરી દેવામાં આવશે. જેના પગલે રહીશોને પુરતા પ્રેશરથી પાણી મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.