તારાપુરના મોરજમાં ઢોર ચઢાવવાની તકરારમાં બે ભરવાડ જૂથ બાખડતાં પોલીસે બંને પક્ષે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તારાપુર ગામના મોરજ રોડ પર રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ભરવાડ સોમવારે સવારે પોતાના ઢોર લઇને મોરજ ગામની કેનાલની બાજુમાં આવેલી અમરાઇ માતાવાડી સીમમાં ગયા હતા.
બપોરે ત્રણેક વાગ્યે રાજુભાઈ રણુભાઈ ભરવાડ અને નવઘણ નારણભાઈ ભરવાડ ત્યાં પોતાના પશુઓને લઇને આવ્યા હતા. એટલે રાજુભાઈએ તેઓ જાય પછી ચરાવજો તેમ કહેતાં જ બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં નવઘણે અપશબ્દ બોલી માર માર્યો હતો. એ જ રીતે બીજી તરફ નવઘણ ભરવાડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો દીકરો કિશન તથા કાકાનો દીકરો રાજુભાઈ રણુભાઈ ભરવાડ અમરાઇ માતાવાળા વિસ્તારમાં ઢોર ચરાવવા ગયા હતા.
તે દરમિયાન રાજુભાઈ ગોવિંદભાઈ ભરવાડ તથા લાખાભાઈ ગોવિંદભાઈ ભરવાડ બંને ભાઈઓ ત્યાં ઢોર ચરાવી રહ્યા હતા આ બંને જણાએ તેમને ઢોર લઈને ચરાવવા આવવું નહીં તેમ કહી લાકડીઓથી માર માર્યો હતો. બંને બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.