ધરપકડ:આસોદર ચોકડી પાસેથી ચોરાઉ બે બાઇક સાથે બે શખસ ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 માસ અગાઉ સામરખા ચોકડી અને આણંદ બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી

આંકલાવ પોલીસે ચોરીના બનાવો અટકાવા તેમજ વણઉકેલાયના ગુનાઓના ગુનેગારોને ઝડપી પાડવા માટે પેટ્રોલીંગ દરમિયાન આસોદર ચોકડીથી બાતમીના આધારે બે રીઢા બાઇકો ચોરને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની સધન પૂછપરછ કરતાં આણંદની સામરખા ચોકડી પાસેથી ચોરાયેલ બાઇક ગુનાનો ભેદ ઉકેલાયો હતો.તેઓની પાસે બે બાઇક સહિત કુલ 66 હજારનો મુદામાલ કબજે લીધો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર આંકલાવ પોલીસ ચોરીના ગુના સંડોવાયેલા તત્વોને ઝડપી પાડવા માટે કવાયત હાથધરી હતી. જેના ભાગરૂપે આસોદરચોકડી તરફ જઇ રહ્યાં હતા.

ત્યારે બાતમી મળી હતી કે નાપાડ તરફથી બે યુવકો ચોરીની બાઇક સાથે આસોદર ચોકડી તરફ આવી રહ્યાં છે. તે બાતમીના આધારે પોલીસ આસોદરચોકડી પાસે વોંચમાં ગોઠવાઇ ગઇ હતી. તે દરમિયાન બાતમીનાદારના વર્ણન મુજબના બે બાઇક આવતાં પોલીસે કોર્ડન કરીને બંને રોકી લીધા હતા.પોલીસે બાઇકો કાગળ માંગતા તેઓ જવાબ આપી શક્યા ન હતા.જેથી પોલીસે તેઓની પુછપરછ કરતાં કિશોરકુમાર વિઠ્ઠલભાઇ ઝાલા રહે શંકરપુરા અને મેહુલ દશરથભાઇ ચાવડા રહે મંગળપુરા આણંદનો હોવાનું જણાવ્યું હતું. કે તેઓએ 9 માસ અગાઉ સામરખા ચોકડીપાસેથી બાઇક ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જેથી પોલીસે તેઓની પાસેથી 2 બાઇક તથા અન્ય વસ્તુઓ મળી ને રૂા 66000 મુદામાલ કબજે લીધો હતો. આ બંને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે ઝડપાયેલા બંને શખસો અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તેમજ બાઈક ચોરી કર્યા પછી ક્યાં વેચતા હતાં તે અંગેની પૂછપરછ કરવા માટે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામી તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...