કાર્યવાહી:પેટલાદમાંથી ચાઈનીઝ દોરી વેચતા બે શખસ ઝડપાયા

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને બનાવમાં પોલીસે 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખસો પર ગુપ્તરાહે વોચ રાખીને સઘન કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરી છે. તાજેતરમાં આંકલાવ અને બોરસદમાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં શખસોને ઝડપી પાડ્યા બાદ રવિવારે પેટલાદ શહેર પોલીસે વધુ બે શખસોને ઝડપી પાડી તેમની પાસેથી રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદના રઝા ચોક વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે ચાર નંગ ફિરકી સાથે અસ્ફાક ઈલ્યાસ વ્હોરા (રહે. સોહંગ સિનેમા પાછળ, તકીરમીયાની ચાલી, પેટલાદ) ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી ચાઈનીઝ દોરી ઉપરાંત, બાઈક તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 15600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એ જ રીતે બીજી તરફ સંદેશર ઈશ્વાવા ફળીયામાં રહેતા વિપુલ ઉર્ફે માધુ સંજય ઈશ્વાવા (તળપદા)ને પેટલાદ બાવરી જકાતનાકા પાસેથી 20 નંગ ફિરકી સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે તેની પાસેથી રૂપિયા 20 હજારનો મુદ્દામાલ કબજે ક ર્યો હતો. બંને બનાવમાં પોલીસે બંને શખસ વિરૂદ્ધ જાહેરનામાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બોરસદ અને આંકલાવમાં ચાઈનીસ દોરીનું વેચાણ કરતાં 4 ઉપરાંત વહેરાપી ઝડપાયા હતા. તેમજ દંતાલી પાસે અેક આધેડનું ગળું પણ કપાઈ જવાથી મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...