દુર્ઘટના:ઉમરેઠ તાલુકાના દેવરામપુરામાં વીજળી પડતાં 2 વ્યક્તિઓ દાઝ્યાં

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આણંદ, આંકલાવ-પેટલાદમાં સામાન્ય વરસાદી ઝાપટું

આણંદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લેતા ગરમીનો પારો ઉંચકાયો હતો. બુધવાર દિવસ દરમિયાન ભારે ગરમી બાદ સાંજના 6 વાગ્યાના અરસામાં સમગ્ર જિલ્લામાં લાલાધુમ વાદળોઅે ઘેરો ગાલ્યો હતા. વીજળી ચમકરા વચ્ચે 5 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. બોરસદ તાલુકમાં સતત 20 મીનીટ સુધી ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે બોરસદના શહેરના માર્ગો પાણી પાણી થઇ ગયા હતા.જયારે આણંદ, પેટલાદ અને આંકલાવમાં સામાન્ય વરસાદી ઝાપટુ વરસ્યું હતું.

ઉમરેઠ તાલુકામાં વાવાઝોડા અને વીજળી વચ્ચે વરસાદ વરસ્યો હતો. ઉમરેઠ તાલુકાના દેવરામપુરામાં ખેતરમાં કામ કરતા બે મિત્રો અજયભાઇ પરમાર અને હસમુખભાઈ પરમાર ઝાડ નીચે ઊભા રહ્યા હતા ત્યાં તેમના પર અચાનક વીજળી પડતા બંને મિત્રો બેભાન થઇ ગયા હતા. તે જોઈને ખેતરમાં ટ્રેકટર ચલાવતા મિત્રએ 108ને જાણ કરી હતી. ઓડ 108 એમ્બ્યુલ્સના પાઇલટ બાબુભાઈ ચાવડા અને ઇએમટી દીપક રાઠોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યાં હસમુખભાઈને પ્રાઇવેટ સાધનમાં સારવાર અર્થે દવાખાનામાં લઈ ગયા હતા અને અજયભાઇ પરમારને 108 એમ્બ્યુલન્સમાં ઓડ સરકારી દવાખાનામાં લઈ ગયા હતા.

આણંદ શહેર સહિત જિલ્લામાં એક સપ્તાહથી વરસાદ વિરામ લેતા ગરમી પારો 34 ડિગ્રી વટાવી ચુકયો રાત્રિના તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જેના કારણે ભારે બાફ વર્તાતો હતો. બુધવારે દિવસ દરમિયાન તાપમાન 34 ડિગ્રી રહેતા ગરમી અહેસાસ વર્તાઇ રહ્યો હતો તેમજ ભારે બાફ અનુભવતો હતો. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 12 અને13 ઓકટોબરનો રોજ વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...