ધરપકડ:ભાલેજ સીમમાંથી ટ્રેક્ટર ચોરીમાં સંડોવાયેલા બે ઝડપાયા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સામરખા સ્થિત નરસંડાની ખડકીમાં જનકભાઈ ડાહ્યાભાઈ પટેલ રહે છે. તેમના ફોઈ કંકુબેન ડાહ્યાભાઈ પટેલનું ભાલેજ સીમમાં ખેતર આવેલું છે. જ્યાં તેમણે તેમના ખેતરમાં તેમનું ટ્રેક્ટર મૂક્યું હતું. દરમિયાન ગત 30મીના રોજ રાત્રિના કોઈ તસ્કરોએ ટ્રેક્ટરની ચોરી કરી હતી. જે અંગેની જાણ તેમને બીજા દિવસે થઈ હતી. તપાસ કરવા છતાં પણ ટ્રેક્ટરનો કોઈ પત્તો ન મળતાં તેમણે આ મામલે ભાલેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન, ચોરીમાં ભાલેજના ખ્વાજા સોસાયટીમાં રહેતા સોહિલમીયાં સિરાજમિયાં ઠાકોર અને ભાલેજ મદની કોલોની નં 2માં રહેતો સઈદખાન ઉર્ફે સાહિલ ઉર્ફે ચુવો ઉર્ફે ફરજી નસરૂખાન પઠાણની સંડોવણી ખુલતા પોલીસે તેમની બંનેની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બંને શખસો ડ્રાઈવિંગ કરતા હોય એ સમયે રાિત્રના ટ્રેક્ટર ચોરી ગયા હોવાની કબુલાત કરી હતી. પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...