તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદ તાલુકાના નાની શેરડી ગામે રહેતા જશવંતભાઇ માસ્તરનો કપાસ ભરેલો ટેમ્પો લઇને ગામના અરજીભાઇ મેમાભાઇ રબારી ત્રણ ખેડુતો દિનેશભાઈ રાવજીભાઈ પઢીયાર, મનહરસિંહ જશવંતસિંહ ઝાલા અને લક્ષ્મણસિંહ છત્રસિંહ પઢીયાર અને ક્લીનર તરીકે ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર ટેમ્પો લઈને ઇ઼ડર જવા માટે નીકળ્યા હતા.ટેમ્પો નેશનલ હાઇવે નં 48 પર મોગર હોટલ પાસેથી પસાર થઇ રહ્યો હતો.ત્યારે ટેમ્પાનું આગળનું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતા ટેમ્પો ટ્રેક પાશે જઇને ઉભો થઇ ગયો હતો.
જેથી ટેમ્પાચાલક અરજીભાઇ અને કલીનર ગોકળભાઇ ટેમ્પાની લાઇટો ચાલુ કરીને ટાયર બદલવા માટે ટાયર ખોલી રહ્યાં હતા. તેઓની સાથે ત્રણ ખેડૂતો પણ બાજુમાં ઉભા હતા. ત્યારે રાત્રીના 10-30 વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલો ટેમ્પો રોડ ઉપર ઉભેલા ટેમ્પાની પાછળ ધડાકા ભેર અથડાયો હતો. જેના કારણે ટેમ્પા કેબીન ભુકા બોલી ગયા હતા. જયારે આગળના ટેમ્પાને જેક ચઢાવી રહેલા કલીનર ગોકળભાઇ જેઠાભાઇ પઢિયાર ટેમ્પા નીચે દબાઇ જતાં મોત નિપજયું હતું. જ્યારે પાછળ અથડાયેલા ટેમ્પાના ડ્રાઈવર સુરેશભાઈને ગંભીર ઈજાઅો પહોંચતા તેઓનું પણ મોત નિપજ્યુ હતુ. જ્યારે 3ને ઈજાઓ થઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.