તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાકરોલમાં મકાનના ખોદકામ બાબતે બે પાડોશીઓ બાખડયા

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથામાં ઇંટ તથા લાકડાના દંડા મારીને એક મારમાર્યો

બાકરોલમાં રહેતા રાહુલભાઈ રોહીત અને બાજુમાં ઈશ્વરભાઈનું મકાન આવેલ છે.પાયાનું ખોદકામ કરતાં હોઈ રાહુલભાઈ રોહિતની જમીન બાજુ કરતા હોવાથી જશુભાઈ રોહિતે પોતાની બાજુ પાયા નહી ખોદવા જણાવતા ઇશ્વરભાઇ રોહિત એકદમ ઉશ્કેરાઇ જઈ માર મારવા લાગ્યા હતા અને હર્ષદભાઈ તલવાર વિંઝવા લાગેલ. જેથી જશુભાઈ રોહિત નીચે બેસી ગયા હતા. આ વખતે ઇશ્વરભાઇએ નજીકથી ઈંટ લઈ આવી માથામાં મારે તેમજ કમળાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓના પગની જાંઘમાં દંડો મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ બનાવ અંગે રાહુલભાઈ જશુભાઈ રોહિતની ફરિયાદ વિદ્યાનગર પોલીસે ઈશ્વરભાઈ સોમાભાઈ રોહીત સહિત ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે ઇશ્વરભાઇ સોમાભાઇ રોહિતે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખોદકામ બાબતે જશુભાઈ રોહીત સહીત ચાર જણાએ ઝઘડો કરી માર માર્યો હતો તેમજ રાહુલભાઈ અને કમળાબેનનુ ઉપરાણું લઇ માર મારતા વિદ્યાનગર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...