ધરપકડ:ચોરેલા બાઈક વેચી દેતાં નાપાડ-વાંટાના બે ઝડપાયા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ, વિદ્યાનગર-વડોદરાથી 8 બાઈક ચોરી હતી

પૈસાની જરૂરત હોવાનું જણાવી પોતાના ગામમાં ચોરેલા બાઈક વેચી દેનારા નાપાડ-વાંટાના બે શખસને આણંદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.

આણંદ ગ્રામ્ય પોલીસ અંધારીયા ચકલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, નાપાડ-વાંટા ગામ સ્થિત દરબાર ગઢમાં રહેતો નઈમખાન રણજીતખાન રાઠોડ અને તેનો મિત્ર વસીમ સલીમભાઈ દિવાન (મૂળ રહે. બાલાસિનોર) પાર્કિંગ સ્થળોએથી બાઈક ચોરી કરી લાવીને ગામમાં વેચી રહ્યા છે. તેઓ ગ્રામજનોને પૈસાની જરૂરત છે તેમ કહી તેમની પાસેથી પાંચથી સાત રૂપિયામાં ચોરેલું બાઈક વેચી દેતા હતા. પોલીસે નાપાડ-વાંટામાં દરોડો પાડીને નઈમખાન પઠાણ અને વસીમ દિવાનને દબોચી લીધો હતો. તેમની સઘન તપાસ અને પૂછપરછ કરતાં શખસોએ સમગ્ર હકીકત કબુલી હતી અને આણંદમાંથી ત્રણ, વિદ્યાનગરમાંથી બે અને વડોદરામાંથી ત્રણ બાઈક મળી કુલ આઠ બાઈક ચોર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તમામ વાહન કબજે કરી તેઓ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કેમ તેની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...