તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળો:આણંદ શહેરમાં ડેન્ગ્યુના વધુ બે કેસ મળી આવ્યા, મચ્છર બ્રિડીંગ શોધવા પાલિકા ટીમ કામે લાગી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

શહેરમાં મચ્છરોના ઉપદ્રવના કારણે સિઝનલ રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકન ગુનિયાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. શહેરમાં ડેન્ગ્યુના વધુ બે કેસ નોંધાયા હતા. આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના બાદ હવે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.

તંત્ર તેને કાબુમાં લેવામાં નિષ્ફળ નીવડ્યું છે. આણંદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા થયેલા સર્વેમાં ડેન્ગ્યુના મળી આવેલા કેસોમાં સૌ પ્રથમ સી.પી.કોલેજ પાસેના વિસ્તારમાં એક યવક ઉ.વ.20 અને શહેરના નવા બસસ્ટેન્ડ પાસેની સોસાયટીમાં એક આધેડ (ઉ.વ.56)નો ડેન્ગયું રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ મચ્છરજન્ય રોગચાળો, પાણીજન્ય રોગોએ માથુ ઉંચકતાં આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ ગઇ છે. જેમાં મચ્છરના ઉપદ્રવને પગલે શહેરની જુદી જુદી 20 જેટલી સોસાયટીઓમાં મચ્છર બ્રિડીંગની તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...