તસ્કરો ઝડપાયા:આણંદના સામરખામાંથી મિનીટ્રકની ચોરી કરનાર બે શખ્સને પોલીસે દબોચી લીધા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદના સામરખા ગામે કોલ્ડ સ્ટોરેજ પાસે પાર્ક કરેલું મિનિટ્રક અજાણ્યા શખસો સપ્તાહ પહેલા ચોરી ગયાં હતાં. આ અંગે પોલીસે વિવિધ ટીમ બનાવી તપાસ કરી હતી. જેમાં મિનિ ટ્રક ચોરી કરી રાજસ્થાન ભાગી ગયાનું જણાતાં પોલીસે હ્યુમન રીસોર્સની મદદથી બે તસ્કરને પકડી પાડ્યાં હતાં.
આણંદ શહેરના સલાટીયાપુરામાં રહેતા આશીક ભીખુભાઈ મલેક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેઓ પાસે મિનિટ્રક નં.જીજે 5 બીએક્સ 8803 લીધી હતી. તેઓને સામાજિક કામસર ઇન્દોર જવાનું હોવાથી 13મી નવેમ્બરના રોજ મિનિટ્રક અરમાન કોમ્પ્લેક્ષની બહાર મનસાદેવી કોલ્ડ સ્ટોરેજ સામે પાર્ક કરીને ગયાં હતાં. દરમિયાનમાં તસ્કર મિનિટ્રક કિંમત રૂ.સાત લાખની ચોરી કરી ગયો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
​​​​​​​આરોપીઓેએ મોરબીથી પણ મિનિટ્રક ચોરી હોવાની કબુલાત કરી
પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. કે. સોઢા તથા તેમની ટીમ દ્વારા નેત્રમ સીસીટીવી ફુટેજ તથા હ્યુમન સોર્સિંસથી તપાસ કરી હતી. જેમાં બાતમી મળી હતી કે, ચોરીમાં ગયેલી મિનિટ્રક સાંચોર રાજસ્થાન તરફ ગઇ છે. આ ચોરી પાછળ બિરબલ ઉર્ફે ઓમપ્રકાશ માધારામ બિશ્નોઇ (રહે.બારૂડી, ગુડામલાણી, બાડમેર, રાજસ્થાન) અને નારણારામ છોગારામ (રહે.સાયગતકીયા પાસે હુમાગુડા, ચિત્રવાના, જિ. ઝાલોર) તથા તેના મળતીયા દ્વારા કરવામાં આવ્યાં છે. આથી, ખાસ ટીમ બનાવી તેને રાજસ્થાન મોકલવાની આવી હતી. જ્યાં બન્નેને પકડી પાડી મિનિટ્રકનો કબજો મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખસોએ મોરબીથી પણ મિનિટ્રક ચોરી હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...