બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો પરિવાર સોજિત્રા પોલીસ લાઇનમાં રહે છે. ત્યારે તેમનો પુત્ર બસ સ્ટેન્ડ પર ઉભો હતો તે સમયે બે યુવકોએ અપશબ્દો બોલી માર માર્યો હતો. આ અંગે સોજિત્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શખસોએ પોલીસ પુત્ર પર હુમલો કર્યો
સોજિત્રા પોલીસ લાઇનમાં રહેતા અને બોરસદમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહનો પુત્ર જયરાજસિંહ રાઓલ (ઉ.વ.20) 26મી જુલાઇની બપોરે સોજિત્રાના બસ સ્ટેન્ડ પર ઉભો હતો. તે દરમિયાન અફઝલ અનવર વ્હોરા (રહે.આણંદ) અને રિયાઝ વ્હોરા નામના બે શખસ તેની પાસે આવ્યાં હતાં. તે અમારા સમાજના છોકરા સાથે કેમ બોલાચાલી કરી છે તેમ કહી આ શખસોએ પોલીસ પુત્ર પર હુમલો કર્યો હતો.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જેમાં અફઝલ વ્હોરાએ અપશબ્દ બોલી ગાલ પર બે ત્રણ લાફા મારી દીધાં હતાં. જ્યારે રિયાઝ વ્હોરાએ પણ અપશબ્દ બોલી ધમકી આપી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ અંગે જયરાજસિંહે સોજિત્રા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.