આણંદના ગામડી પાસે આવેલી એલ એન્ડ ટી કંપનીમાંથી રૂપિયા 24000ની કિંમતના 12 ટુલબોક્સ ચોરી થવાના બનાવમાં આણંદ શહેર પોલીસે ગણતરીના દિવસોમાં ટુલબોક્સ ચોરી કરનારા ઉત્તરપ્રદેશના અને કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતાં બે શખસોને ઝડપી પાડ્યા છે.આણંદ પાસે આવેલા ગામડી ગામના સીમ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં થોડાં દિવસો અગાઉ લોખંડના રૂપિયા 24 હજારની કિંમતના 12 નંગ ટુલબોક્સ ચોરાયા હોવાનું ખૂલ્યું હતું. આ મામલે આણંદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં કંપનીમાં ફરજ બજાવતા મૂળ ઉત્તરપ્રદેશના અને ત્યાં જ રહેતા સૂર્યનારાયણ પાલ અને પ્રયાગ પન્નાલાલ જ્યોતિની સંડોવણી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે તેમને રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ચોરીની કબુલાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બંને જણાં ડમ્પરના ડ્રાઈવર હોય દિવસ અને રાત્રિના સમયે ટુલબોક્સ ચોરી કરીને વાહનની સીટ નીચે છુપાવી દેતાં હતા. એ પછી તેને ભંગારના વેપારીને ત્યાં વેચી દેતા હતા. આ મામલે પોલીસે બંનેની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.