સંક્રમણ:બંગાળથી આવેલા પરિવારના સભ્યોમાં બેને કોરોના, ઝાયડસ પાસે ખેતીવાડી કવાર્ટસના ચાર મકાનોને પ્રતિબંધિત કરાયા

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળીતહેવાર બાદ કોરોના આણંદ શહેરમાં પુન: કહેર મચાવ્યો છે.ત્યારે ઝાયડસ હોસ્પિટલ પાસે ખેતીવાડી કવાર્ટસમાં રહેતાપશ્વિમ બંગાળ પરિવાર દિવાળી પર વતનમાં ગયું હતું. જે પરત આવ્યા બાદ માતા પુત્ર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેને લઇને આરોગ્ય વિભાગ હરકતમાં આવીને ચાર મકાનોને પ્રતિબંધીધ વિસ્તાર જાહેર કર્યો હતો.

આણંદના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ મનોજ દક્ષિણીએ વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતા લોકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આણંદ નગરપાલિકા હદ વિસ્‍તારમાં આણંદ ઝાયડસ હોસ્‍પિટલ પાસે આવેલ ખેતીવાડી કવાટર્સના મકાન નં. 9,10,11અને 12 એમ ચાર મકાનોના વિસ્‍તારને તાત્‍કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા.3 જી ડિસેમ્બર 2021સુધી નિયંત્રિત વિસ્‍તાર તરીકે જાહેર કર્યો છે. આ વિસ્‍તારમાં માત્ર આવશ્‍યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે તેમજ સરકારની વખતોવખતની તમામ સુચનાઓની પાલન કરવાનું રહેશે. જયારે સરકારી ફરજ પરની વ્‍યકિતઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકશે. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-51 થી58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ-188ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આણંદ નગરપાલિકા આરોગ્ય વિભાગ પ્રતિબંધી વિસ્તારમાં દવા છંટકાવ ડોર ટુ ડોર સર્વેની કામગીરી તેમજ ફોગીંગ છંટકાવ હાથધરીને બેનરો લગાવી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...