તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:આણંદમાં ગામડી બ્રિજ નીચે ટ્રેન અડફેટે બે શ્રમજીવીના મોત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એકનું સ્થળ પર, બીજાનું હોસ્પિ.માં સારવાર દરમિયાન મોત

આણંદમાં ગામડી ઓવરબ્રિજ નીચે રવિવારે સાંજે ટ્રેક પર બેઠેલા બે શ્રમજીવીઓને ટ્રેને અડફેટે લેતાં બે પૈકી એકનું સ્થળ પર જ્યારે બીજાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે આણંદ શહેર પોલીસે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આણંદ શહેરમાં આવેલા ગામડી ઓવરબ્રિજ પાસે રવિવારે સાંજે ભાલેજ રોડ સ્થિત જવાહર નગર ખાતે રમેશભાઈ મારવાડી રહે છે. તેઓ રવિવારે સાંજે ગામડી ઓવરબ્રિજ પાસે તેમના એક મિત્ર સાથે રેલવે ટ્રેક પર બેઠાં હતા. દરમિયાન, એ સમયે સાંજના સમયે એક ટ્રેન પુરપાટ ઝડપે આવી ચઢી હતી. તેઓ રેલવે ટ્રેક પરથી દૂર જાય એ પહેલાં જ તેઓ અડફેટે આવી ગયા હતા.

અને બંનેને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં જ આસપાસના રહીશો તુરંત જ સ્થળ પર દોડી આવ્યા હતા. અને તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બનાવની જાણ કરી હતી. જોકે, બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન બીજાનું મોત નીપજ્યું હતું. શહેર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...