અકસ્માત:તારાપુર વટામણ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતાં બેનાં મોત

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નોકરી માટે બાયોડેટા આપવા 3 મિત્રો બાઈક પર જતા હતા

તારાપુર વટામણ હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકે બાઈક સવાર ત્રણ મિત્રોને ટક્કર મારતાં બેના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે એકને ઈજા પહોંચી હતી. ત્રણેય યુવકો નોકરી માટે બાયોડેટા આપવા જતા હતા એ સમયે ઘટના બની હતી. ખંભાતના ભમતળાવ પાદરાવાળા રોડ પર રણજીત પ્રતાપભાઈ રાઠોડ રહે છે. રવિવારે બપોરે તે તેમજ તેના અન્ય બે મિત્રો દર્શન ઉર્ફે શીવો કનુ રાઠોડ તથા વિષ્ણુ દાનુ ચૌહાણ સીમેજ ગામમાં આવેલી તાડપત્રીની કંપનીમાં નોકરી માટેના કાગળીયા આપવા જતા હતા.

દરમિયાન તેઓ બાઈક લઈને તારાપુર-વટામણ હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે સાબરમતી બ્રિજ ઉતરતાં જ સામેથી એક રોંગ સાઈડે આવી ચઢેલી ટ્રકે તેમને ટક્કર મારી હતી. જેને પગલે બાઈક ચાલક રણજીત તેમજ તેની પાછળ બેઠલા તેના બે મિત્રોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં રણજીત અને દર્શનનું ગંભીર ઈજા થવાને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તારાપુર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છેે.

અન્ય સમાચારો પણ છે...