તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ પાસેના વઘાસી ગામ સ્થિત નેશનલ હાઈવે નંબર 8 પર સોમવારે પરોઢીયે લક્ઝરી બસની પાછળ લક્ઝરી બસ અથડાતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે છ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના સોનપરી ગામના ભગવાનભાઈ કરસનભાઈ ભરવાડ (સાથીયા) પોતાની લક્ઝરી બસમાં મુસાફરો બેસાડીને નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આણંદ તાલુકાના વઘાસી ગામ નજીકથી પસાર થતા. ત્યારે વહેલી પરોઢિયે સાડા ત્રણ વાગ્યે વઘાસી બ્રીજ ઉતરતા રોડ પર કોઈ ગાડીનું ટાયર પડ્યું હોય તે ટાયર પર પાછળ આવી રહેલી બસનું આગળનું વ્હીલ આવી ગયું હતું.
જથી આગળ જતી લક્ઝરી બસના આગળનો ખાલી સાઈડનો ભાગ ધડાકાભેર આગળ જતી બસ સાથે અથડાઈ હતી. જેને કારણે ડ્રાઇવર સાઈડની પાછળના ભાગે બેઠેલા હેમાબેન માલાભાઈ મેવાડા (ઉ.વ-57) અને કરણભાઈ શૈલેષભાઈ મેવાડા (ઉ.વ-10)ને શરીરે તેમજ માથામાં ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું.
જ્યારે લકઝરી બસમાં સવાર ઈન્દુબેન જગદીશભાઈ ડોડીયા, વર્ષાબેન વાનાણી, સહિતના અન્ય છ જેટલા મુસાફરોને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. વહેલી પરોઢિયે બે લક્ઝરી બસો આગળ પાછળ ધડાકાભેર અથડાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.