તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહેળાવ-જીણજ ચોરીની બે ઘટના, 38 હજારની મત્તા ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેળાવ કુમાર શાળામાંથી LCD, મોનિટર-CPU ચોરાયુ

આણંદ જિલ્લામાં તસ્કરો, ચોર શખ્સો જાણે કે, પુનઃસક્રિય બન્યા હોય તેમ મહેળાવ ગામેથી કુમારશાળામાંથી રૂા. 14 હજારની મતા અનેજીણજ ગામે મોબાઇલના ટાવરમાંથી રૂા. 24 હજારની ચાર્જિંગ બેટરીઓ ચોરી કરી ગયાની ફરિયાદ ખંભાત રૂરલ પોલીસ મથકમાં નોંધાઇ છે.

પેટલાદ તાલુકાના મહેળાવ ગામની કુમાર શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા અને પ્રાથમિક શાળાના કોમ્પ્યુટરના મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી એલસીડી ટીવી, મોનિટર અને સીપીયુ મળીને કુલ રૂા.14 હજારની મત્તા ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે એડવર્ડ ડેનિયલભાઈ ક્રિશ્ચયન (રહે. મિશન રોડ નડિયાદ)ની ફરિયાદ લઈ મહેળાવ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં ખંભાત તાલુકાના જીણજ ગામે ઈન્ડસ કંપનીનુ મોબાઇલ ટાવર આવેલું છે.

કોઈ ચોર શખ્સો આ મોબાઇલ ટાવરની કેબીનનુ તાળુ તોડી કેબીનમાં મુકેલ એચબીએલ કંપનીની ચાર્જિંગ બેટરી નંગ- 24 કિંમત રૂા 24 હજારની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે આણંદ તાલુકાના ઝાંખરીયા ગામે ઈન્દીરા નગરીમાં રહેતા મુકેશકુમાર છત્રસિંહ જાદવની ફરીયાદ લઈ ખંભાત રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પેટલાદ તાલુકાના રાઉલી ગામની શાળામાં પણ ચોરી થઈ હતી. આમ આણંદ પંથકમાં શાળામાં ચોરીના બનાવો વધી જવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...