મારામારી:પેટલાદના પાડગોલ ગામે ચૂંટણીની અદાવતમાં બે જૂથ બાખડ્યાં, સામસામે ફરિયાદ નોંધાઇ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બન્ને પક્ષ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પેટલાદ તાલુકાના પાડગોલ ગામના દેથરીયા ફળીયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે મહેળાવ પોલીસે બન્ને પક્ષો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાડગોલ ગામે રહેતા મહંમદએઝાઝ ઇલ્યાસ વ્હોરાએ ગામના માજી સરપંચ રમેશ બબુભાઈ ચૌહાણના ટેકેદાર છે. આથી, ગામના વિષ્ણુ ઉર્ફે કમલેશ વિઠ્ઠલ સોલંકી, અશોક ઉર્ફે લખા સોલંકી, કેતન કાંતિ સોલંકી, ઘનશ્યામ કાંતિ સોલંકી, કાંતિ ભયજી સોલંકી, દિનેશ રમણ સોલંકીએ ચૂંટણીની અદાવત રાખી 10મીની મોડી રાત્રે એઝાઝના ઘરે જઇ તેના પિતા ઇલ્યાશભાઈને અપશબ્દ બોલી ગડદાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી.

આ અંગે મહેળાવ પોલીસે વિષ્ણુ, અશોક, કેતન, ઘનશ્યામ, કાંતિ અને દિનેશ સામે ગુનો નોંધ્યો હતો. સામાપક્ષે વિષ્ણુ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, માજી સરપંચ રમેશ ચૌહાણના ટેકેદાર એઝાઝ ઇલ્યાશ વ્હોરા 10મીની રાત્રે ફુલ સ્પીડે બાઇક લઇ પસાર થતાં તેને ઠપકો આપ્યો હતો. આથી, ઉશ્કેરાઇ ઝઘડો કર્યો હતો. જેમાં રમેશ બબુ ચૌહાણ, હિતેશ રમેશ ચૌહાણ, જયંતી ડોશલ સોલંકી, સુનીલ ભરત સોલંકી ધસી આવ્યાં હતાં અને મારમારવા લાગ્યાં હતાં. આ અંગે મહેળાવ પોલીસે એઝાઝ વ્હોરા, રમેશ ચૌહાણ, હિતેશ ચૌહાણ, જયંતિ સોલંકી, સુનીલ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...