• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Two Foreign Youths Were Killed In A Collision With An Unidentified Vehicle While Crossing A Highway Near Vaghasi Village In Anand.

હિટ એન્ડ રન:આણંદના વઘાસી ગામ પાસે હાઈવે રોડ ક્રોસ કરી રહેલા બે પરપ્રાંતિય યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતા યુવકો વસ્તુ લેવા માટે નિકળ્યા તે દરમિયાન અકસ્માતમાં બન્નેએ જીવ ગુમાવ્યો

આણંદના વઘાસી ગામ પાસે નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા બે પરપ્રાંતિય યુવકનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આણંદના ગોપાલપુરા પાસે આવેલી સત્યેન્દ્ર પેકેજીંગ લીમીટેડમાં મજુરી કામ અર્થે પરપ્રાંતિય યુવકો લાવવામાં આવ્યાં છે. જેમાં નીતીશકુમાર મલ્લુ ચૌધરી (ઉ.વ.18) અને મુકેશ રામરાજ ચૌધરી (ઉ.વ.38)ને (રહે.રામપુર, જિ.કૈમુર, બિહાર) પણ મજુરી કામે કંપનીમાં રાખ્યા હતા.

આ બન્ને યુવકો તેમના અન્ય મિત્રો સાથે કંપનીમાં જ રહેતા હતાં અને મજુરી કામ કરતાં હતાં. દરમિયાનમાં 31મી મે 22ના રોજ નીતિશ અને મુકેશ કેટલી વસ્તુ ખરીદવા માટે કંપનીમાંથી બહાર નિકળ્યાં હતાં. તેઓ નેશનલ હાઈવે પર વઘાસી બ્રિજ પાસે પહોંચ્યાં તે સમયે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં.

આ સમયે ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થયેલા અજાણ્યા વાહન ચાલકે બન્નેને હડફેડે ચડાવતા રસ્તા પર જ પટકાયાં હતાં. જેમાં બન્નેને ગંભીર ઇજા પહોંચતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે સંતોષકુમાર મલ્લુ ચૌધરીની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...