તપાસ:બિલ વગરના શંકાસ્પદ ધાતુના વાયર સાથે બે ઝબ્બે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યાડમાંથી 37 િકલો ધાતુ કબજે

આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ સ્થિત સાકરીયાપુરામાંથી બે ભાઈઓને આંકલાવ પોલીસે બાતમીના આધારે બિલ વગરના શંકાસ્પદ ધાતુના વાયર સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં 37 કિલો ધાતુના વાયર હોવાનું ખૂલ્યું હતું. હાલમાં આંકલાવ પોલીસે બંનેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના મોટી સંખ્યાડ સ્થિત સાકરીયાપુરા ખાતે રહેતા અર્જુન ભારત સોલંકી તથા તેનો નાનો ભાઈ ઉમેદ ભારત સોલંકી પોતાના ઘરમાં છાપરાની આડમાં ધાતુના વાયરો સંતાડેલા હોવાની ચોક્કસ બાતમી આંકલાવ પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે તેના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં તપાસમાં અંદરથી 37 કિલો બિલ વગરના શંકાસ્પદ ધાતુના વાયરોના ટુકડા મળી આવ્યા હતા.

પોલીસે તેમની પાસેથી બિલની માંગણી કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેને પગલે પોલીસે રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબજે કરી વાયરો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...