વિધાનસભા ચૂંટણી-2022:આણંદ જિલ્લાની 7 બેઠકો માટે બે ચૂંટણી ખર્ચ નિરીક્ષકોની નિમણૂંક કરાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની વિધાનસભાની 7 બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડીસેમ્બર 2022 ના રોજ મતદાન યોજાનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિભાગોમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ધિરેન્દ્ર મણી ત્રિપાઠી (R-22226) અને શ્રી સરોજ કુમાર બહેરા (R-20307) ની ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલ આ ચૂંટણી ખર્ચ નિરીક્ષકો પૈકી ધિરેન્દ્ર મણી ત્રિપાઠી (R-22226) આણંદ જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગો પૈકી 108-ખંભાત, 109-બોરસદ, 113-પેટલાદ અને 114-સોજીત્રા બેઠકોના ઉમેદવારો, રાજકીય પક્ષોની ખર્ચ સંબંધીત બાબતો ઉપર દેખરેખ રાખશે. તેમના મોબાઈલ નંબર 9328202654 તથા લેન્ડ લાઈન નંબર 02692-299461 છે.

જ્યારે ખર્ચ નિરીક્ષક સરોજ કુમાર બહેરા (R-20307) આણંદ જિલ્લાના 110-આંકલાવ, 111-ઉમરેઠ અને 112-આણંદ વિધાનસભા મતદાર વિભાગની બેઠકોના ઉમેદવારો-રાજકીય પક્ષોની ખર્ચ સંબંધીત બાબતો ઉપર દેખરેખ રાખશે. તેમના મોબાઈલ નંબર 8320459774 અને લેન્ડ લાઈન નંબર 02692-299465 છે.

અન્ય સમાચારો પણ છે...