• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Two Colleges Of Physiotherapy In Kanera And Alarasa Started Courses Without Agreement With The Hospital, Sardar Patel University Sent Notice.

યુનિવર્સિટીએ જવાબ માંગ્યો:કનેરા અને અલારસાની ફિઝીયોથેરાપીની બે કોલેજોએ હોસ્પિટલ સાથે કરાર કર્યા વગર અભ્યાસક્રમ શરૂ કર્યો, SP યુનિવર્સિટીએ નોટીસ પાઠવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિઝીયોથેરાપીના અભ્યાસક્રમ હોવા છતાં હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યાં નહોતાં, સિન્ડીકેટ સભામાં નિર્ણય લેવાયો

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની બુધવારના રોજ યોજાયેલી સિન્ડીકેટ સભામાં ફિઝીયોથેરાપીનો અભ્યાસક્રમ ચલાવતી બે કોલેજને નોટીસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બન્ને કોલેજે અભ્યાસક્રમ શરૂ કરી દીધો હતો. પરંતુ હોસ્પિટલ સાથે કોઇ પણ પ્રકારનો કરાર કર્યો નહતો. જે યુનિવર્સિટીના સ્થળ તપાસમાં ખુલ્યું હતું. આ રિપોર્ટ આધારે સિન્ડીકેટ સભામાં બન્ને કોલેજને નોટીસ આપી કાર્યવાહી કરવા પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવતા શિક્ષણજગતમાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે અન્ય મંડળો દ્વારા ચલાવાતી લાલીયાવાડીમાં પણ તેની ઘેરી અસર પહોંચી છે.

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની બુધવારના રોજ સિન્ડીકેટ સભા મળી હતી. આ સભામાં વિવિધ 31 બાબતે નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જેમાં કનેરાની દાલીયા ફિઝીયોથેરાપી કોલેજ અને આમસરણની એમ.એમ.શાહ ફિઝીયોથેરાપી કોલેજમાં જૂન-2020 અને જૂન-2021થી નાણાકીય સ્વનિર્ભરતા ધોરણે બેચરલ ઓફ ફિઝીયોથેરાપીનો સ્નાતક અભ્યાસક્રમ શીખવવા એક વર્ષ માટે ચાલુ જોડાણ આપવા સેનેટે નક્કી કરેલી શરતોનું કોલેજે પરિપાલન કર્યું છે કે કેમ? તે અંગે તપાસ કરતા બન્ને કોલેજ દ્વારા કોઇ હોસ્પિટલ સાથે એમઓયુ કરવામાં આવ્યા ન હોવાનું ખુલ્યુ હતું. આથી, સમિતિના રિપોર્ટ આધારે આ બન્ને કોલેજને નોટીસ આપવામાં આવશે. આ સિન્ડીકેટ સભા પ્રોફેસરની ભરતી, ઓનલાઇન સેન્ટ્રલાઇઝડ પ્રવેશ પ્રક્રિયાના નિયમો સહિત વિવિધ મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠાં જ તેની ફિ વધી ભરી શકશે. આ અંગે સિન્ટીકેડમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

લાંબા સમય બાદ રજીસ્ટ્રાર અને ડેપ્યુટી રજીસ્ટ્રારની જગ્યા ભરાશે

સરદાર પટેલ યુનિવર્સિટીમાં લાંબા સમયથી રજીસ્ટ્રાર, સબ સરજીસ્ટ્રારની મહત્વની જગ્યા ઇન્ચાર્જથી ચાલતી હતી. જેની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં રજીસ્ટ્રાર તરીકે ડો. ભાઇલાલ પી. પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી રજીસ્ટ્રારમાં સૂર્યકાંતભાઈ પરીખ અને ડો. બિરજ પટેલની પસંદગી કરવામાં આવી છે.

કોમન એન્ટ્રસ માટે યુનિવર્સિટીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી

સરદાર પટેલ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં અન્ડર ગ્રેજ્યુએટ માટેની એન્ટ્રસ ટેસ્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. યુજીસીની ગ્રાન્ટ મેળવતી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2022-23થી સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટરન્સ ટેસ્ટનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂર આપવામાં આવી છે. આગામી વરસોમાં પ્રવેશ પ્રક્રિયા સમયે ટેસ્ટ લેવામાં આવશે. જેના મેરિટ પર જે તે વિદ્યાર્થીને કોલેજ અને યુનિવર્સિટી ફાળવવામાં આવશે.

વિદ્યાર્થી ન મળતાં કોલેજ દ્વારા કોર્ષ બંધ કરાશે

સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન વી.પી. એન્ડ આરપીટીપી કોલેજમાં ચાલતા બીએસસી (ઇન્સ્ટ્રુમેન્ટેશન) વોકેશનલ સ્વનિર્ભર અભ્યાસક્રમ અને નડિયાદની સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટના અમૃત મોદી કોલેજ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ કોલેજ, નડિયાદમાં શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએ (માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ)નો સ્વનિર્ભર અભ્યાસક્રમ તથા સરદાર પટેલ કોલેજ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...