તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સંશોધનની ગ્રાન્ટ માટે રાજ્યમાંથી આણંદની બે કોલેજ પસંદ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાંથી 152 કોલેજોની અરજીમાંથી 49 ફાયનલ થઇ હતી, જેમાંથી જીસેટ અને ADITની પસંદગી
  • આઈડિયા લેબ થકી કોલેજના પ્રોફેસરો સહિત-વિદ્યાર્થીઆે નવા સંશોધનથી પોતાનું આગવું સ્ટાર્ટ અપ શરૂ કરી શકશે

ચારુતર વિધામંડળ યુનિવર્સિટી સંલગ્ન બે એન્જિનિયરીંગ કોલેજ જીસેટ અને એડીઆઈટીને એઆઈસીટીઈ દ્વારા આઈડિયા લેબની શરૂઆત માટે રૂપિયા બે કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. રસપ્રદ બાબત તો એ છે કે, આઈડિયા લેબની ગ્રાન્ટ માટે સમગ્ર દેશમાંથી 204 એપ્લિકેશન આવી હતી. જેમાં અલગ તારવવામાં આવેલી કુલ 49 અરજીઓ પૈકી ગુજરાતની આ બંને કોલેજો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જે શિક્ષણ હબ કહેવાતા આણંદ-વિદ્યાનગર માટે ગૌરવપૂર્ણ બાબત છે.

આઈડિયા લેબનો મુખ્ય હેતુ એક જ જગ્યા ઉપર પ્રોફેસર તમેજ વિદ્યાર્થીઓને પોતાના વિચારોને નવા સંશોધન સુધી પહોંચાડવાનો છે. નવા સંશોધનથી પોતાનું આગવું સ્ટાર્ટઅપ શરૂ કરી દેશમાં રોજગારીની નવી તકો ઉભી કરવામાં મદદરૂપ બનશે. આ ગ્રાન્ટ થકી નવા ઉપકરણો તેમજ મશીનરીની જરૂરિયાત પુરી કરી શકાશે. તેમજ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ થકી સ્કિલ બેઈઝડ અેજ્યુકેશન પૂરું પાડી શકાશે. આઈડિયા લેબના ડેવલપમેન્ટ થકી નવા સંશોધનમાં સમયનો બચાવ થશે. તેમજ અદ્યતન ટેકનોલોજી પ્રોફેસર તેમજ વિદ્યાર્થી માટે ખુબ જ ઉપયોગી થશે.

નોંધનીય છે કે, આઈડિયા લેબની ગ્રાન્ટ માટે સમગ્ર દેશમાંથી 204 એપ્લિકેશન આવી હતી. જેમાંથી ફાઈનલ પ્રેઝન્ટેશન માટે 152 કોલેજ પસંદ કરાઈ હતી. જે પૈકી અંતે ફક્ત 49 કોલેજને એઆઈસીટીઈ દ્વારા પસંદ કરાઈ હતી. મંડળના ચેરમેન ભીખુભાઇ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓએ આ માટે સૌને શુભેચ્છા પાઠવી હતી.

ફાળવેલી ગ્રાન્ટને પગલે નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોમાં આ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય ત્યારે ત્યાંથી જ નવા એન્ટરપ્રિન્યોર મળતા હોય. પરંતુ આ વખતે આણંદ જેવા નાના શહેરોની ગ્રાન્ટની ફાળવણી માટે પસંદગી કરાઈ છે ત્યારે હવે નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. > હિમાંશુ સોની, પ્રિન્સીપાલ, જીસેટ કોલેજ, વિદ્યાનગર

અન્ય સમાચારો પણ છે...