તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક શોક:ખંભાતના ભાટતલાવડીના કાંસમાં નાહવા પડેલા બે બાળકો મોતને ભેટ્યા, ધારાસભ્ય સહિત અગ્રણીઓ સત્વના આપવા પહોંચ્યા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંસના ધસમસતા પ્રવાહને કારણે બાળકો પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા

ખંભાત તાલુકાનું માત્ર 400 જેટલી વસ્તી ધરાવતુ ભાટતલાવડી ગામના ગોઝારી ઘટના બની છે. જેમાં કાંસમાં નાહવા ગયેલા બે બાળકોનું ડૂબી જવાથી મોત થયુ છે. આ દુઃખદ અવસાનના પગલે ગામમાં ગમગીનિનો માહોલ સર્જાયો છે. પરિવારો ઉપર આવી પડેલી આકસ્મિક શોકની ઘટનાને લઈ ધારાસભ્ય સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપી પરિવારને સત્વના પાઠવી હતી.

ધસમસતા પ્રવાહને કારણે બાળકો પાણીમાં ગરકાવ થયા

ખંભાતના ભાટતલાવડી ગામ બહાર આવેલા કાંસમાં જયદીપસિંહ વાઘેલા ઉં.13 અને જતીન ગોહેલ ઉં.14 બે કિશોરો નાહવા ગયા હતા. કાંસના ધસમસતા પ્રવાહને કારણે બાળકો પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. બન્ને બાળકોના મૃતદેહને શોધી બહાર કાઢવામાં આવ્યા હતા. અને પોસ્ટમોર્ટમ કરી તેમજ ઓળખ કરી પરિવારને સોંપવામાં આવ્યા હતા. ખંભાત પોલીસે આ અંગે અકસ્માતે મોત નોંધ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

અકસ્માતથી સમગ્ર ગામમાં શોકમગ્ન માહોલ સર્જાયો

બન્ને બાળકો ચિંતન જયદીપસિંહ વાઘેલા તેમજ જતીન મુકેશભાઈ ગોહેલના ડૂબવાના અકસ્માતથી સમગ્ર ગામમાં શોકમગ્ન માહોલ સર્જાયો છે. બન્ને પરિવારોમાં કલ્પાતના દ્રશ્યો અંતિમ વિધિ વખતે જોવા મળ્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ધારાસભ્ય મયુરભાઈ રાવલે તેમની અંતિમક્રિયા દરમ્યાન પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓની સાથે ગામના સરપંચ રણછોડભાઈ ભરવાડ, ન.પા પ્રતિનિધિ સાગરસિંહ સોલંકી, તા.યુવા મોરચા મહામંત્રી રાજેશભાઇ ભરવાડ, જીણજના યુવા આગેવાન ઘનશ્યામભાઈ ગોહિલ તેમજ સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...