તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદમાં ભરતકામ કરતાં બે બાળમજૂરોને મુક્ત કરાવાયા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળમજૂરી કરાવનારા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી બાળમજૂરોને નોકરીએ રાખીને શોષણ કરવામાં આવતું હોય છે ત્યારે આ પ્રકારની એક ફરિયાદ આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમને મળી હતી. જેમાં આણંદ શહેરમાં એક શખ્સ ભરતકામમાં બે બાળકોને જોતરીને તેમની પાસેથી કામ લેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે બાળ સુરક્ષા એકમ દ્વારા પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં બે બાળકો મળી આવ્યા હતા. તેમનો કબ્જો લઈ બાળમજૂરી કરાવનારા સામે ગુનો નોંધ્યો હતો.

આણંદ જીલ્લા બાળ સુરક્ષાના સામાજીક કાર્યકર એસ. બી. ચૌધરી, ચાઈલ્ડ લાઈનના સભ્યો પાર્થ ઠાકર, આણંદ રેલ્વે ચાઈલ્ડ લાઈનના સભ્ય દિલીપ પ્રજાપતિ, અમિત મકવાણા તથા ડી.સી.પી.યુ.ના રોબર્ટ ક્રિશ્ચિયન, પોલીસ કોન્સ્ટેબલ અજય મકવાણા બુધવરે બપોરે અઢી વાગે બાળ મજુરી મુક્ત અભિયાનની રેડમાં નીકળ્યા હતા. તેઓ આણંદના ઉમરીનગર ખાતે આવેલા આતીફપાર્ક ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં ભાડુવત તરીકે 28 વર્ષીય મહમંદઆસીફ લાલભાઈ અન્સારી હાજર હતા. તેમણે જાેયું તો તેમને ત્યાં ઝારખંડના બે બા‌ળકો અંદાજે 13 અને 11 વર્ષના ભરતકામ કરતા મળી આવ્યા હતા. એટલે શ્રમ અધિકારી પી. એન. નીનામાએ બંને બાળકોનો કબ્જાે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...