તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ત્રંબોવાડમાં જુગાર રમતા બે ઝડપાયા, પાંચ ફરાર

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

સોજીત્રા તાલુકાના ત્રંબોવાડ ગામે જુગાર રમતા બે શખ્સોને સોજિત્રા પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે પાંચ શખ્સ પોતાના વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા. સોજીત્રા પોલીસે સ્થળ પરથી રોકડ અને ચાર બાઈક મળી કુલ રૂપિયા 1.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સોજીત્રા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ત્રંબોવાડ ગામે ગબો નામનો શખ્સ ત્રંબોવાડ ખડીયા વિસ્તારમાં ડેઝર તલાવડી પાસે ખુલ્લા ખેતરમાં પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડે છે. અને હાલમાં પણ કેટલાક શખ્સો ભેગા મળી આ સ્થળે પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે.

જેને પગલે પોલીસની ટીમે સાંજે છ વાગ્યે આ સ્થળે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને જોતાવેંત જ દોડધામ મચી ગઈ હતી. પોલીસે જુગાર રમતા કિરણ તળપદા અને જયેશ ઉપાધ્યાયને ઝડપી પાડ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર ગબો ઉપરાંત અન્ય ચાર અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 1.06 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો