હુમલો:ખંભાતના નવાગામ બારામાં જમીન ખેડવા બાબતે ચાર શખ્સોએ બે ભાઇને માર માર્યો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખંભાત તાલુકાના નવાગામ બારામાં રહેતા પરિવારે ગીરો રાખેલી જમીન ખેડવા ગયા હતા. તે સમયે ચાર શખસે તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાતના નવાગામ બારામાં મહાદેવ ફળીયામાં રહેતા ગગુ રઇજીભાઈ મકવાણાએ ગામના ઘનશ્યામ કાળુભાઈ ભરવાડનું પાહેતાવાળુ ખેતર ગીરો રાખ્યું હતું. જે ખેતર તેમનો પુત્ર વિક્રમ ખેડે છે. દરમિયાન 3જી મેના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે ગગુ પોતાના પૌત્ર વિજય તથા અજીત સાથે ખેતર પર ગયાં હતાં. આ સમયે ખોડા કાવા ભરવાડ, ભવાન હરિભાઈ ભરવાડની સાથે આવેલા અજાણ્યા માણસે લાકડીથી હુમલો કરી વિજય અને અજયને ઇજા પહોંચી હતી.

આ ઝઘડામાં બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં વચ્ચે પડી છોડાવ્યાં હતાં. જોકે, જતા જતા તેઓએ ધમકી આપી હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ખોડા કાવા ભરવાડ, ભવાન હરિ ભરવાડ તથા બે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...