પેટલાદ શહેર પોલીસે રંગાઇપુરા ચોકડી પાસે વાહન ચેકીંગ દરમિયાન બે ટુ વ્હીલરને રોકી તપાસ કરી હતી. જેમાં આ બન્ને ટુ વ્હીલર પર લગાડેલી નંબર પ્લેટ ખોટી હોવાનું જાણવા મળતાં બન્ને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પેટલાદ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ ધીરજસિંહ લક્ષ્મણસિંહ સહિતની ટીમ રંગાઇપુરા ચોકડી પર સોમવારના રોજ વાહન ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન પેટલાદથી નડિયાદ તરફ જતા બાઇકને રોકી જોતા તેના પર ફેન્સી નંબર પ્લેટ હતી. આથી, રોકી આણંદ જિલ્લા પોલીસ દ્વારા ચલાવાતી મોબાઇલ તર્કસ એપ્લીકેશનમાં સર્ચ કરી જોતા આવો કોઇ નંબર જ ન હોવાનું ઘટસ્ફોટ થયો હતો. આથી, પોલીસે ચાલકનું નામ પુછતાં તે સાહિલ માજીદ અનવર પઠાણ (રહે.નાપા તળપદ) હોવાનું જણાવ્યું હતું. પુછપરછ દરમિયાન બાઇકનો સાચો નં.જીજે 01 એસડી7667 હતો અને તેનો માલિક અમદાવાદનો હતો. આથી, પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવી તેના ઉપયોગ બદલ સાહિલ માજીદ પઠાણ સામે ગુનો નોંધ્યો હતો.
આ ઉપરાંત ફેન્સી નંબર પ્લેટ વાળુ એક્ટીવા રોકી તેના ચાલકની પુછપરછ કરતાં તે દિનેશ નારણલાલ હરિરામ સુખવાલ (રહે. નડિયાદ, મુળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. તેના નંબર અંગે તપાસ કરતાં તેણે પણ બોગસ નંબર લગાડ્યો હોવાનો ઘટસ્ફોટ થથાં પોલીસે તેની સામે પણ બોગસ નંબર પ્લેટ બનાવી તે ખોટી હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરવા બદલ ગુનો નોંધી બન્ને વાહનો કબજે કર્યાં હતાં.જેઓ સામે પેટલાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.