હાલાકી:4 મેમુ ટ્રેન રદ થતાં અઢી હજાર મુસાફરો અટવાયા

આણંદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રતલામ ડિવિઝનના જન આંદોલનની અસર

પશ્વિમ રેલ્વેના રતલામ ડિવિઝનના બામણિયા અને અમરગઢ સ્ટેશન વચ્ચે આવેલા રેલવે ક્રોસીંગ 72 પર માર્ગ અકસ્માતને કારણે જન આંદોલન કરવામાં આવ્યું છે. જેના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતાં આણંદ રેલવે સ્ટેશનથી ઉપડતી આણંદ - ડાકોર, દાહોદ - આણંદ, આણંદ- ભરૂચ સહિતની કુલ ચાર મેમુ ટ્રેનનો રદ કરી દેવાઇ હતી.જેના પગલે આણંદ રેલ્વે સ્ટેશન પર અઢી હજારથી વધુ સંખ્યામાં અપડાઉન કરતાં મુસાફરોને હાલાકીઓનો ભોગ બનવાનો વારો આવ્યો હતો.

ચાર જેટલી મેમુ ટ્રેન એકાએક રદ કરી દેવાતા આણંદ રેલવે સ્ટેશન ખાતે સતત એનાઉન્સ કરવાની ફરજ પડી હતી.બીજી તરફ ખાનગી વાહન ચાલકો ફાવી ગયા હતા.આણંદથી દરરોજ ગોધરા જતાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે સવારે આણંદ રેલવે સ્ટેશને પહોંચ્યો ત્યારે જાહેરાત કરાઇ હતી. કે દાહોદ મેમુ રદ કરવામાં આવી છે.જેથી મારે સમયસર નોકરી પહોંચી શકાય તેમ નહીં હોવાથી આખરે રજા મુકવાનો વખત આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...