તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાનું આગમાન:તારાપુર-આણંદમાં અઢી ઈંચ વરસાદ, ચરોતરમાંં મેઘરાજાની સત્તાવાર પધરામણી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોઅે ચોમાસાના સિઝનની રોપણીની તૈયારીઆે આરંભી
  • અગામી બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદની વકી

આણંદ જિલ્લામાં બુધવાર મોડી રાત્રે ભારે પવન અને વીજળીના કડાકા સાથે સત્તાવાર રીતે મેઘરાજાનું આગમાન થયું છે. વરસાદ વરસતાં સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો આ સાથે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ તારાપુરમાં અને આણંદ તાલુકામાં પડ્યો હતો. જો કે, આણંદ જિલ્લાના કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો દરમિયાન સમગ્ર પંથકમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આણંદ જિલ્લામાં બુધવારે રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઈને જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વિજળીના કડાકા અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે આણંદ શહેર સહિત જિલ્લામાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. જો કે, થોડા સમય બાદ આ વરસાદે વિરામ લેતાં આ ભરાયેલા પાણી ઓસરી ચૂક્યા હતા

જ્યારે ઉમરેઠ, બોરસદ, પેટલાદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ જતાં લોકોને અંધારામાં રાત વિતાવવી પડી હતી.આમ જિલ્લામાં પડેલા વરસેલા સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આમ જિલ્લામાં સિઝનનો પહેલા વરસાદથી લોકોમાં જિલ્લાવાસીઓમાં ખુશી પ્રસરી ગઇ છે.

આણંદમાં અઢી ઇંચ વરસાદ ખબાક્યો
આણંદ શહેર સહિત તાલુકામાં બુધવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને રાત્રીના 12 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ કરતા પણ વધારે પાણી વરસ્યું હતું. જેને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જો કે, બાદમાં તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા હતા.

ઉમરેઠમાં વરસાદ ચાલુ થતાં જ વીજળી ગુલ
ઉમરેઠ પંથકમાં દિવસ ભર અસહ્ય ગરમી બાદ મોડી રાત્રે અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને ઉમરેઠ પંથક માં ધોધમાર વરસાદ નું ઝાપટું પડ્યું હતું. જેને લઈને ઉમરેઠ નાં મોટાભાગ ના વિસ્તારોની બત્તી ગુલ થાય જવા પામી હતી. જેથી ઉમરેઠવાસીઆેને આખી રાત પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.

તારાપુરમાં સિઝનનો 5% વરસાદ પડી ચુક્યો
તારાપુર સહિત સમગ્ર જિલ્લામાં બુધવાર મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ ચુકી હતી. ગુરુવાર મોડી સાંજ સુધી ખાબકેલા વરસાદના કારણે તારાપુરમાં સિઝનનો 5 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તારાપુર પંથકમાં દર વર્ષે સરેરાશ કરતાં અોછો વરસાદ પડે છે. આ વખતે પણ અોછા વરસાદથી શરૂ આત થઈ છે.

આંકલાવમાં સવા ઈંચ વરસાદ વરસાવ્યો
આંકલાવ તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.રાત્રી દરમ્યાન વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આંકલાવ પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગરમીથી ગરમી અને ઉકળાટ વધ્યો હતો.પરંતુ વરસાદને પગલે ગરમીથી કંટાળેલા તાલુકાવાસીઆેને ઠંડક રૂપી રાહત મળી હતી.

ખંભાત શહેરમાં માત્ર છાંટા પડ્યાં હતા
મેઘરાજાએ સમગ્ર જિલ્લા પર મહેર કરી હતી. પરંતુ ખંભાત સાવ સામાન્ય 09 એમએમ વરસાદ નોધાયો હતો. થોડી વાર વરસ્યા બાદ વરસાદ બંધ થઇ જતા આજે સમગ્ર દિવસ દરમ્યાન પંથકમાં બફારાનો માહોલ રહ્યો હતો. ખંભાત દરિયાકાંઠે આવેલુ હોવાથી ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ પડે છે. આ વખતે પણ સાર વરસાદની આશા છે.

પેટલાદમાં ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરી
પેટલાદ શહેરમાં છેલ્લા કેટલાંક દિવસથી ગરમી અને બફારો વધતાં લોકો હેરાન પરેશાન થઈ ચૂકયાં છે. પરંતુ રાત્રીના સમયે શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને ના કારણે ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સોજિત્રામાં સિઝનનો 1.11% વરસાદ પડ્યો
સોજિત્રા પંથકમાં ભારે ઉકળાટ અને બફારા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઈને ખેડૂતોમાં હાશકારા ની લાગણી અનુભવાતી હતી. છેલ્લા 24 કલાક દરમિયના બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સોજિત્રામાં દર વખતે જૂન માસમાં સામાન્ય વરસાદ પડે છે. જો કે આ વખતે 4 ટકા વરસાદ જૂન માસમાંજ વરસી ચૂક્યો છે.

બોરસદમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો
બોરસદ તાલુકામાં રાત્રી દરમ્યાન અડધો ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને ઉકળાટ વધ્યો હતો.પરંતુ મેઘરાજાનાં આગમન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બોરસદ તાલુકામાં હજુ સુધી જોઈઅે તેવો વરસાદ વરસ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...