તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુનઃ વરસાદી માહોલ:ખંભાતમાં સવારે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખંભાત શહેરમાં ગુરૂવાર સવારે બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ખંભાત શહેરમાં ગુરૂવાર સવારે બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા.

આણંદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વિરામ લીધો હતો. ગુરૂવારે વહેલી સવારથી વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. ખંભાત શહેર અને તાલુકામાં 6 થી 8માં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે નીંચણાવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. તેમજ ખંભાત એપીએમસીમાં વરસાદને કારણે શાકભાજીના પાક પલ્ડી જતાં ભારે નુકશાન થયું હતું. જયારે તારાપુર અને ઉમરેઠ તાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો. તો વળી બપોર બાદ આંકલાવ પંથકમાં એક ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતો આનંદ વ્યાપી ગયો હતો. કારણે કે અત્યાર સુધી આંકલાવ પંથકમાં સામાન્ય વરસાદ થયો હતો.

ખંભાતમાં વહેલી સવારે એકાએક વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.વહેલી સવારે મોટા પ્રમાણમાં શાકભાજીની આવક શરૂ થતી હોય મહતમ શાકભાજી પાણીમાં પલળી જવાથી કોહવાઈ ગયા હતા. મોટી શાકમાર્કેટ ખાતે ખેડૂતો, વેપારીઓના માલને મૂકવા માટે કોઈ જ વ્યવસ્થા ના હોય ધાણા,મરચાં, ભાજી, ગવાર, ચોળી, કોબીજ સહિતના શાકભાજીને વ્યાપક નુકશાન થયું છે. સતત 6 કલાક ભારે વરસાદમાં શાકભાજી પાણીમાં જ રહ્યા હોય નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો વેપારીઓ અને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતું.

વેપારી અગ્રણી રવિભાઈ ચુનારાએ જણાવ્યુ હતું કે,ખંભાત શાક માર્કેટમાં સ્થાનિક વિસ્તાર કલોદરા, ઊંદેલ, વાસણા, વત્રા ઉપરાંત નડિયાદ,આણંદથી વહેલી સવારે શાકભાજીનો માલ આવે છે. અહી શાકભાજી મૂકવા માટે શેડની કોઈ જ વ્યવસ્થા નથી.ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હોય શાકભાજી ડૂબી ગયા હતા. જેમાં ખેડૂતોને લાખોનું નુકશાન થવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...