મેડિકલ લાઈફમાં અનેકવાર અવનવા અને અણધાર્યા બનાવો સામે આવે છે.ડોકટર્સ ની તજજ્ઞતા અને હોંશિયારીની વાસ્તવિક પરીક્ષા અહીં થાય છે. બીજી તરફ દર્દીની ડોકટર ઉપર ધીરજ અને સારવાર અંગે શ્રદ્ધઆની પણ કસોટી થતી હોય છે. અંતે બન્ને ડોકટર ભગવાનનો અને દર્દી મન ડોક્ટર જ ભગવાન બની જતા હોય છે. હરિયાણા દંપત્તિએ જુવાનજોધ દીકરો અકસ્માતમાં ગુમાવતા ભાંગી પડ્યા હતા. આધેડ ઉંમરે માતૃત્વ ઝંખ્યું અને આણંદ ની પ્રસિદ્ધ આકાંક્ષા હોસ્પિટલમાં આઈવીએફ કરાવ્યું હતું. સગર્ભા કોવિડ સંક્રમિત થયા અને પ્રિ પ્રેગનન્સી થઈ વળી બાળક પણ એન્ટી બોડી સાથે ખૂબ નબળી પરિસ્થિતિમાં મોતની પાળીએ જન્મ્યા હોવાથી ડોકટર અને યમરાજ વચ્ચે બાળકોના જીવનને લઈ સંઘર્ષ થયો અને અંતે બાળકો રક્ષા થઈ અને આકાંક્ષા હોસ્પિટલમાં 87 દિવસના સંઘર્ષનો ઉત્સવ સંભારણું આપી બન્ને બાળકોએ માતા પિતા સાથે વિદાય લીધી.
આજના આધુનિક યુગમાં પણ માતૃત્વ વિના સ્ત્રી પોતાની જાતને અધૂરી ગણે છે.જીવનનું સાચું સુખ જાણે સંતાનમાં જ સમાયું હોય તેમ સંતાન પ્રાપ્તિ માટે દંપત્તિઓ અનેક બાધા, માનતા રાખે છે અને વળી મેડિકલ અને ધાર્મિક પર પ્રયોગો પણ કરે છે.સુસ્મિતાસેન જેવી યુવતીઓ બાળકી દત્તક લઈ માતૃત્વની ઝંખના પૂર્ણ કરે છે તો કેટલીક સ્ત્રીઓ સરોગેસી દ્વારા સંતાન પામે છે તો કેટલીક IVF દ્વારા માતૃત્વ સુખ મેળવી જાતની ધન્યતા અનુભવે છે.
આણંદ શહેરના લાંભવેલ રોડ પર આવેલી આકાંક્ષા હોસ્પિટલમાં આઈવીએફ થકી સંતાનોને જન્મ આપવા આવેલા હરિયાણાના દંપતીએ ડોક્ટર અને તેમની ટીમનો આભાર માન્યો હતો. આ દંપતી આઈવીએફ થકી સંતાનને જન્મ આપવા સારવાર લઇ રહ્યાં હતાં. જેમાં માતાને કોરોના થતાં છ માસના જ ગર્ભનું ઓપરેશન કરી જન્મ આપવામાં આવ્યો હતો. આ ટ્વીન્સ ભાઈ – બહેન એન્ટીબોડી સાથે જન્મ્યાં હોવાથી તબિયત ખૂબ જ નાજુક હતી. જોકે, ડોક્ટરની 87 દિવસની સઘન સારવારના અંતે નવજીવન બક્ષ્યું હતું.
આ અંગે આકાંક્ષા હોસ્પિટલના જણાવ્યું હતું કે, હરિયાણા ખાતે રહેતા અમરપાલસિંગ (ઉ.વ.52) અને તેમના પત્ની અમનદીપકૌર (ઉ.વ.47) 2017માં આઈવીએફ થકી સંતાનનો જન્મ આપવા સારવાર લીધી હતી. જેમાં દિકરીનો જન્મ થયો હતો. જે આજે અઢી વર્ષની થઇ છે. જોકે, આ દંપતીએ ફરી આઈવીએફ થકી 2020માં સારવાર શરૂ કરી હતી. જેમાં ટ્વીન્સ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, એપ્રિલ-2021 માસ દરમિયાન અમરદીપકૌરને કોરોના થતાં મુશ્કેલી ઉભી થઈ હતી. આથી, ડોક્ટરની ટીમ દ્વારા છ માસના અધુરા મહિને જ બન્ને બાળકોનું ઓપરેશન કરી જન્મ આપ્યો હતો.
આકાંક્ષા હોસ્પિટલમાં નવજાત બાળકની સારવારનાં નિષ્ણાત ડો.બિરાજ ઠક્કરે જણાવ્યું હતું કે અમનદીપને IVF દ્વારા ગર્ભ રહ્યો હતો પરંતુ ગર્ભાવસ્થા દરમ્યાન જ સગર્ભા ટૂંકા ગાળામાં જ તેઓ કોરોના સંક્રમિત થયા અને સગર્ભાવસ્થા ના 26 સપ્તાહના ટૂંકા ગાળામાં જ તેઓને પ્રસવ પીડા થતા પ્રી મેચ્યોર ડિલીવરી કરવાની ફરજ પડી હતી.પ્રિ મેચ્યોર ડિલીવરી અને એન્ટી બોડી સાથે જન્મેલ નવજાત બન્ને શિશુઓનું વજન 800બને 900 ગ્રામ માત્ર હતું.તેઓ મોત સામે ઝઝૂમીરહ્યા હતા.
આ પડકારજનક સ્થિતિમાં નવજાત શિશુને શ્વાસ લેવામાં તકલીફ, હૃદયનું પંપિંગ પણ ઓછું અને જે કારણે બ્લડપ્રેશર ઓછું જણાતાં તેમને કૃત્રિમ શ્વાસ આપવામાં આવ્યા બાદ તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરી હતી.આ દરમિયાન આધુનિક સારવારના તમામ સંસાધનો અને તાજજ્ઞતાના પ્રયોગ સાથે તમામ પ્રકારની સારવાર 87 દિવસ સુધી ચાલી હતી. આખરે નવજાત બન્ને ભાઈ-બહેન નોર્મલ થતાં તેમને રજા આપવામાં આવી હતી. આ તબક્કે આકાંક્ષા હોસ્પિટલમાં ઉત્સવ જેવો માહોલ હતો. અમરપાલસિંગ અને અમનદીપકૌરે ડોક્ટરની ટીમનો આભાર માન્યો હતો.
મહત્વનું છે કે, મૂળ હરિયાણાના વતની અમરપાલસિંગ અને અમનદીપકૌરે આપવીતી જણાવતા કહ્યું હતું કે, એક અકસ્માતમાં 22 વર્ષીય યુવા પુત્રના અકસ્માતે મોતથી તેઓ ભાગી પડ્યા હતા. મોટી ઉંમરે કેટલીક શારીરિક ખામીને લઈ સંતાનની શક્યતાઓ નહિવત હતી. તેમના કોઈ સંબંધીએ આણંદ આકાંક્ષા હોસ્પિટલ અને ડો. નયનાબેન પટેલ વિશે જણાવતા તેઓ અહીં આવ્યા હતા.
અઢી વર્ષ પહેલા તેઓને અહીં જ સારવાર દરમ્યાન પુત્રી પ્રાપ્ત થઈ હતી. જેથી અમે બીજી વાર સંતાન પ્રાપ્તિ ના આયોજન સાથે અહીં આવ્યા હતા. IVF દ્વારા જે સફળ પણ થયું પરંતુ કોરોનાને કારણે હું અને ગર્ભમાં રહેલ બન્ને બાળકોનું જીવ જોખમાયું હતું. જોકે, આકાંક્ષા હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફને જાણે કુદરતની મહેર હોય અને આધુનિક મેડિકલ વિજ્ઞાનની તજજ્ઞતાને કારણે આ નવજીવન પ્રાપ્ત થયું છે.જન્મસમયે 800-900 ગ્રામના શિશુ હાલ 2 કિલોગ્રામ વજનના ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ ગયા છે.અમે આજે અહીંથી રજા લઈ રહ્યા છીએ. જેથી હાલ અમે આ ખુશીનો ઉત્સવ ઉજવ્યો છે અને ડોકટર્સ અને સ્ટાફનો ખૂબ ધન્યવાદ કર્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.