તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Twice As Many Police Than Rathyatriks, Citizens Under House Arrest, People Carrying Curfew Stuck In The City In The Afternoon, Rathyatra Of ISKCON Temple Today

જગન્નાથની નગરચર્યા:રથયાત્રિકો કરતાં બમણી પોલીસ, શહેરીજન નજરકેદ, શહેરમાં બપોરે કફર્યુ લદાતા લોકો અટવાયા, આજે ઈસ્કોન મંદિરની રથયાત્રા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં ગોયાતળાવ પાસે આવેલા રણછોડજી મંદિરથી વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવામાં રથમાં આરૂઢ થઇને નગરચર્યા નીકળે છે. પરંતુ આ વખતે આણંદ જિલ્લા વહીવટી તંત્રએ કોવિડના ગાઇડના નામે સમગ્ર રાજયમાં એક સરખો નિયમ લાગુ કરીને જયાં નાની નાની રથયાત્રા નીકળવાની હતી તેવા શહેરોમાં કર્ફયું લાદી દેવામાં આવતાં સ્થાનિક નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી. આણંદ શહેરમાં નગરચર્યા જગન્નાથ નીકળ્યા હતા. જો કે પ્રથમ વખત અેવુ બન્યુ હતુ કે ભક્તોની ભીડ કરતાં પોલીસ બમણી જોવા મળી હતી. અનેક ભકતોને ભગવાનના દર્શનનો લાભ મળ્યો ન હતો.

ભગવાનના રથની આગળ પાછળ 6 પોલીસવાનનું પાયલોટીંગ જોવા મળ્યું હતું. આણંદ રણછોડજી મંદિરે ભગવાન જગન્નાથ,ભાઇ બલરામ અને શુભદ્રાને શાસ્ત્રોક વિધી પુજાઅર્ચના કરીને રથમાં બિરાજમાન કરીને આરતી ઉતારવામાં આવી હતી. રણછોડજી મંદિરથી આઝાદ મેદાન,વહેરાઇ માતા,ગામડી વડ થઇને ભગવાનના મોસાળે એવા નવા રામજી મંદિરે પહોંચી હતી.

જયાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ ત્રણેયને વસ્ત્રાભૂષણથી શણગાર કરીને આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રા રણછોડજી મંદિરે પરત ફરી હતી. આજે વિદ્યાનગર ઈસ્કોરન મંદિરમાંથી રથયાત્રા નિકળશે જેને પગલે આણંદ, વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં બપોરના 12થી રાત્રીના 8 સુધી કફર્યુ લાદવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...