લાપતા:ખંભાત તાલુકાના સાયમામાંથી વીસ વર્ષની યુવતી ગૂમ

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત તાલુકાના સાયમા ગામે રહેતી વીસ વરસની યુવતી ચાર દિવસ અગાઉ ગૂમ થઇ જતાં ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સાયમા ગામે હરિજનવાસમાં રહેતા ચંદ્રકાંત નટુભાઇ હરિજનની દીકરી જ્યોતિબેન (ઉ.20) ગત તા. 30 જૂન ના રોજ ઘરેથી કહ્યા સિવાય કયાંક ચાલ્યા ગયા હતા જે મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા ન હતા જેથી તેમના પરિવારજનોએ સગા સંબંધીઓને ત્યાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ અંગે વિદ્યાબેને ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...